Vadodara News:વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ પાસે આઇસર, કાર અને બે મોટરસાઈકલ વચ્ચે ગંભીર અકસ્માત (Accident) સર્જાયો છે. ટક્કરમાં એક વૃદ્ધનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. ત્રણ લોકો ઘાયલ થયા હતા જેમને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે વૃદ્ધના મૃતદેહને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પરિવારના સભ્યો રડી પડ્યા હતા.
વડોદરા શહેરના વ્યસ્ત એરપોર્ટ સર્કલ નજીક આજે સવારે એક ભયાનક રોડ અકસ્માત સર્જાયો હતો. બેફામ ઝડપે આવતા આઇસરના ચાલકે બે ટુ-વ્હીલર અને એક ફોર-વ્હીલરને અડફેટે લીધા હતા, જેના કારણે ઘટનાસ્થળે જ એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.આ અકસ્માત (Accident)માં સૌથી આશ્ચર્યજનક રીતે બુલેટ મોટરસાઇકલ ચલાવતા ચાલકનો આબાદ બચાવ થયો હતો.

અકસ્માત (Accident) સર્જાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
તેનેકોઈ મોટી ઇજા પહોચી નહોતી.ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અકસ્માત (Accident) સર્જાયા બાદ વિસ્તારમાં લાંબા સમય સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે આવનારા-જાવનારા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં અકસ્માત સર્જનાર આઇસર ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરી છે. ચાલક ઘટના બાદ ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

આ સાથેજ વડોદરા ના વડસર બ્રિજ પાસે, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર ટ્રકે એક વૃદ્ધ સાયકલ સવારને ટક્કર મારતા તે વ્યક્તિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ થયું હતું. અહેવાલો અનુસાર, વડસર બ્રિજ નજીક વૃદ્ધ વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે પેટ્રોલ પંપ પરથી ડીઝલ પુરાવીને બહાર નીકળતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC)ના ડમ્પરે તેમને ટક્કર મારી હતી. ટક્કર એટલી ગંભીર હતી કે આ વૃદ્ધનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજયું હતું.
