Vadodara News/ વડોદરામાં વધુ એક અકસ્માત સર્જાયો, દિવાળીપુરા કોર્ટ રોડ પર એક્ટિવા ચાલકનું મોત

વડોદરા શહેરના દિવાળીપુરા કોર્ટ સામેના રસ્તા પર એક્ટિવા ચાલક સુરેશ ચૌધરીનો અકસ્માત (accident) થયો. માથામાં ગંભીર ઈજા બાદ સારવાર દરમિયાન મોત.

Top Stories Gujarat Breaking News
Accident

Vadodara News:વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો અટકવાનો નામ નથી લઈ રહ્યો.ગઈકાલે રાત્રે (25 ડિસેમ્બર), શહેરના દિવાળીપુરા કોર્ટ સામેના રસ્તા પર સુરેશ ચૌધરી નામના એક્ટિવા ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવતા તે રસ્તા પર પડી ગયો હતો. અકસ્માતમાં તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને બાદમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

વડોદરામાં યુવાનનું આકસ્મિક મોત

અકસ્માત (Accident) બાદ તરત જ રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓ મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘાયલ સુરેશને 108 એમ્બ્યુલન્સ દ્વારા વડોદરાની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં પહોંચતા જ ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. યુવાનના મૃત્યુના સમાચાર મળતાં જ હોસ્પિટલ પરિસર તેના શોકગ્રસ્ત પરિવારના સભ્યોના અવાજથી ગમગીન બની ગયું હતું.

અકસ્માત (Accident) CCTV કેમેરામાં થયો કેદ

Accident

આખો અકસ્માત નજીકના CCTV કેમેરામાં કેદ થયો હતો. ફૂટેજમાં એક્ટિવા અચાનક સ્લીપ થઈ જતાં યુવાન પડી ગયો હતો. પોલીસે ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે. તેઓ અકસ્માત સમયે એક્ટિવાની ગતિ અને અકસ્માત (Accident) અન્ય વાહન સાથે અથડાવાથી થયો હતો કે કેમ તેની પણ તપાસ કરી રહ્યા છે.દિવાળીપુરા કોર્ટ રોડ પર વારંવાર થતા નાના-મોટા અકસ્માતોએ સ્થાનિક રહેવાસીઓમાં માર્ગ સલામતી અંગે ચિંતા ઉભી કરી છે. લોકોએ આ રસ્તા પર ટ્રાફિક નિયમો અને સ્પીડ બ્રેકરની માંગણી કરી છે.

પોલીસે અકસ્માત (Accident) મૃત્યુનો કેસ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. વહીવટીતંત્રે લોકોને રાત્રે વાહન ચલાવતી વખતે ગતિ ઓછી કરવા અને આવા અકાળ મૃત્યુને રોકવા માટે હેલ્મેટ જેવા સલામતી ઉપકરણોનો ઉપયોગ કરવાની અપીલ પણ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ACBની સફળ ટ્રેપ, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા રૂ. 5 લાખની લાંચ માગનાર રંગે હાથે ઝડપાયો

આ પણ વાંચો:વડોદરા NH-48 પર કાળમુખી કારે દાદી-પૌત્રને ઉડાવ્યાં

આ પણ વાંચો:વડોદરાના વાંકાનેડા જૂથ ગ્રામપંચાયતના તમામ રેકોર્ડ જિલ્લા તંત્રના કબ્જે, વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની આશંકા