Vadodara News/ વડોદરા NH-48 પર કાળમુખી કારે દાદી-પૌત્રને ઉડાવ્યાં

વડોદરા NH-48 પર ગમખ્વાર અકસ્માત (Accident) રોડ ક્રોસ કરતી દાદી અને 10 વર્ષીય પૌત્રને બેફામ કારએ ટક્કર મારી, બંનેનાં ઘટનાસ્થળે કરુણ મોત; કપૂરાઇ પોલીસે તપાસ શરૂ કરી.

Gujarat Vadodara Trending
Accident

Vadodara NH-48 Accident : વડોદરા શહેર નજીક નેશનલ હાઈવે-48 પર એક ગમખ્વાર અકસ્માત (Accident) સર્જાયો છે, જેમાં બેફામ કારચાલકે રોડ ક્રોસ કરી રહેલાં દાદી અને પૌત્રને અડફેટે લીધા હતા. આ ભયંકર અકસ્માત (Accident) માં દાદી અને 10 વર્ષીય પૌત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં છે. એકસાથે બે સ્વજનો ગુમાવતાં પરિવારમાં ભારે શોક છવાઈ ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, દાદી અને પૌત્ર પોતાના ગામડેથી શહેરમાં રહેતા દીકરાના ઘરે આવવા માટે નીકળ્યાં હતાં. આ દરમિયાન NH-48 પાર કરતી વખતે એક કાળમુખી ફોર-વ્હીલર કારે તેમને અડફેટે લીધાં હતાં. ટક્કર એટલી જોરદાર હતી કે બંને રોડ પર ફંગોળાઈ ગયા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

બાપોદ વુડાના મકાન તરફ આવી રહ્યાં હતાં

વડોદરા શહેરના બાપોદ વુડાના મકાનમાં રહેતા અને મૂળ પંચમહાલ જિલ્લાના શનાભાઈ સોલંકીએ કપૂરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, તેમની માતા હરખાબેન પ્રભાતભાઈ સોલંકી (ઉંમર વર્ષ 70) અને દીકરો વનરાજ સોલંકી (ઉંમર વર્ષ 10) ગામડેથી તેમના ઘરે આવી રહ્યાં હતાં. વનરાજ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નિશાળ ફળિયામાં રહેતો હતો અને ધોરણ 5માં અભ્યાસ કરતો હતો.

આજવા ચોકડીથી વાઘોડિયા તરફ અકસ્માત (Accident)

આ અકસ્માત કપૂરાઈ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે-48 પર, આજવા ચોકડીથી વાઘોડિયા તરફ પ્રિયંકાનગર ઝૂંપડપટ્ટી નજીક તક્ષ્ય ગેલેક્સી મોલ પહેલાં થયો હતો. દાદી અને પૌત્ર રોડ ક્રોસ કરી રહ્યા હતા એ દરમિયાન ફોર-વ્હીલર ચાલકે ટક્કર મારતાં બંને ફંગોળાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનાં મોત નીપજ્યાં હતાં.

આરોપી કારચાલક રાઉન્ડઅપ, તપાસ ચાલુ

અકસ્માત (Accident) સર્જનાર કારચાલકને પોલીસે રાઉન્ડઅપ કર્યો હોવાની માહિતી સામે આવી છે. કપૂરાઈ પોલીસે અકસ્માતે મોત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ આરોપી કારચાલક સામે કડક કાર્યવાહી કરી ન્યાય અપાવવાની માગ ઉઠાવી છે.

આ અકસ્માતે ફરી એક વખત હાઈવે પર બેફામ ડ્રાઈવિંગ અને પદયાત્રીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :વડોદરા મનપાની ઘોર બેદરકારી, મકાનમાં શોર્ટ સર્કિટની ઘટના, ફાયર ટીમને પહોંચવામાં થયો વિલંબ

આ પણ વાંચો : વડોદરાના વાંકાનેડા જૂથ ગ્રામપંચાયતના તમામ રેકોર્ડ જિલ્લા તંત્રના કબ્જે, વિકાસ કાર્યોમાં ગંભીર ગેરરીતિની આશંકા

આ પણ વાંચો :વડોદરામાં દિલધડક અકસ્માત, 20 વર્ષીય યુવક મોતના મુખેથી પરત