Health Tips :પ્લેટલેટ્સ(Platelets) લોહીનો મહત્વપૂર્ણ ભાગ છે, જે ઇજા થયા પછી લોહી વહેવું બંધ કરવામાં મદદ કરે છે. જો પ્લેટલેટ્સનું પ્રમાણ ઓછું થઈ જાય, તો સામાન્ય ઇજામાં પણ વધુ રક્તસ્ત્રાવ થઈ શકે છે.
લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટી જવાથી જે સ્થિતિ બને છે તેને થ્રોમ્બોસાયટોપેનિયા કહેવામાં આવે છે. આ એક ગંભીર સ્થિતિ હોઈ શકે છે અને સમયસર સારવાર જરૂરી છે.
સામાન્ય પ્લેટલેટ (Platelets)કાઉન્ટ કેટલું હોવું જોઈએ?
સામાન્ય રીતે, એક સ્વસ્થ પુખ્ત વ્યક્તિમાં પ્રતિ માઇક્રોલિટર રક્તમાં 1,50,000 થી 4,50,000 પ્લેટલેટ્સ (Platelets)હોવા જોઈએ, 1,50,000થી ઓછું પ્રમાણ ઓછું માનવામાં આવે છે.
લો પ્લેટલેટ્સના લક્ષણો(થ્રોમ્બોસાયટોપેનિયાના લક્ષણો)
પ્લેટલેટ્સ ઘટે ત્યારે નીચેના લક્ષણો જોવા મળી શકે છે:
નાની ઇજા પછી પણ લોહી બંધ ન થવું, ત્વચા પર લાલ કે જાંબલી ડાઘ, પેઢા અથવા નાકમાંથી વારંવાર લોહી આવવું, પેશાબ અથવા મળમાં લોહી દેખાવું, મહિલાઓમાં વધુ માસિક સ્રાવ
આ સમસ્યાનું નિદાન કેવી રીતે થાય છે?
ડૉક્ટર પરિસ્થિતિ સમજવા માટે નીચેના ટેસ્ટ સૂચવી શકે છે:
સંપૂર્ણ બ્લડ કાઉન્ટ (CBC), બ્લડ સ્મીયર ટેસ્ટ, જરૂર પડે તો બોન મેરો ટેસ્ટ
પ્લેટલેટ્સ (Platelets)ઓછા થવાના મુખ્ય કારણો
પ્લેટલેટ્સ ઘટવાના ઘણા તબીબી કારણો હોઈ શકે છે, જેમ કે:એપ્લાસ્ટિક એનિમિયા, ઓટોઇમ્યુન રોગો, કેન્સર, વાયરલ અથવા બેક્ટેરિયલ ચેપ, ડેન્ગ્યુ તાવ, મોટું બરોળ, ગર્ભાવસ્થા, મોટી શસ્ત્રક્રિયા બાદ
અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે
આ ઉપરાંત નીચેના કારણો પણ પ્લેટલેટ્સ ઘટાડે છે:
ઝેરી રસાયણોના સંપર્કમાં આવવું, વધુ પ્રમાણમાં દારૂ પીવું, વિટામિન B12ની ઉણપ, કેટલીક દવાઓના સાઇડ ઇફેક્ટ
લો પ્લેટલેટ્સ(Platelets) ની સારવાર કેવી રીતે થાય છે?
સારવાર પ્લેટલેટ્સ ઓછા થવાના કારણ પર આધાર રાખે છે:
કેટલાક કેસમાં દવાઓથી સુધારો થાય છે
ગંભીર સ્થિતિમાં પ્લેટલેટ અથવા લોહી ચઢાવવાની જરૂર પડે છે
કેટલીક ખાસ પરિસ્થિતિમાં બરોળ કાઢવાની શસ્ત્રક્રિયા પણ કરવી પડી શકે છે
મહત્વપૂર્ણ નોંધ (Disclaimer)
આ લેખમાં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જાણકારી માટે છે. તે કોઈપણ પ્રકારની દવા કે સારવારનો વિકલ્પ નથી. સાચી સલાહ અને યોગ્ય સારવાર માટે હંમેશા લાયક ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.
