Ahmedabad News: અમદાવાદ (Ahmedabad) પ્લેન દુર્ઘટના (Plane Crash)માં આજે કાટમાળમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો છે, બીજી બાજુ DNA પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. 274 જેટલા લોકોનાં મોત થયા છે.
વિમાન દુર્ઘટના બાદ કાટમાળમાંથી આજે એક મૃતદેહ મળ્યો છે જે એર હોસ્ટેસનો હોવાનું જણાઈ રહ્યું છે. DNA મેચ થયા બાદ મૃતદેહ કોનો છે તે સ્પષ્ટ થશે. મળતી માહિતી મુજબ 250 જેટલા મૃતકોનાં DNA સેમ્પલ લેવામાં આવ્યા છે. શરીર બળી જવાથી હાડકા, ખોપરી, દાંત વગેરેનાં સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. સેમ્પલ લીધાને 72 કલાક બાદ જે તે વ્યક્તિની સાચી ઓળખ થશે તેમ જાણવા મળ્યું છે.
બી.જે. મેડિકલ કોલેજનાં 4 વિદ્યાર્થીઓ મોતને ભેટ્યા છે તેની પુષ્ટિ જૂનિયર ડોક્ટર્સ એસોશિયેશન દ્વારા સ્ટેટમેન્ટ રિલિઝ કરવામાં આવ્યું છેે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ઘરે આજે તેમના પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા છે. તેઓ પણ બ્લડ સેમ્પલ આપશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે FSL, ગાંધીનગર ખાતે પહોંચી DNA પરીક્ષણનું રિવ્યું લેશે. પરીક્ષણ પ્રક્રિયા બાદ તજજ્ઞો અને અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક કરશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે. ગૃહ વિભાગના સચિવ, IBના IGP, FSL ડાયરેક્ટર હાજર રહ્યાં હોવાની વિગતો મળી છે.
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: એરપોર્ટ પર ‘બર્ડ હિટ’ થવાના જાણો મુખ્ય કારણો
આ પણ વાંચો:કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આજે અમદાવાદ આવશે, દુર્ઘટના સ્થળની લેશે મુલાકાત
આ પણ વાંચો:અમદાવાદ પ્લેન દુર્ઘટના: 1500 કરોડ સુધી પહોંચી શકે છે વીમાનો દાવો
