Rajkot News : જેતપુર વેપારીએ આંધ્રપ્રદેશના વેપારીઓને ટ્રક મારફતે મોકલાવેલો ધાણાનો જથ્થો આંધ્રપ્રદેશ ન પહોંચતા વેપારીએ ટ્રક ચાલક, ક્લીનર તેમજ માલિક વિરુદ્ધ છેતરપિંડીની ફરીયાદ નોંધાવી હતી. શહેરના માર્કેટીંગ યાર્ડ પાસે સીધેશ્વર એગ્રી એક્ષપોર્ટના નામથી કારીયાણાનો વેપાર કરતા જીતુભાઇ હેમનાણીને આંધ્રપ્રદેશની જુદીજુદી પેઢી દ્વારા ધાણાનો ઓર્ડર મળ્યો હતો. ઓર્ડર મુજબ જીતુભાઈએ ધાણાનો 500 ગુણીનો જથ્થો ટ્રક મારફત આંધ્રપ્રદેશના વિશાખાપટનમ ખાતે મોકલ્યો હતો અને આ ટ્રક આંધ્રપ્રદેશ પહોંચાડવાની જવાબદારી ગોંડલના નવાબ રોડવેઝ ટ્રાન્સપોર્ટની હતી. તેઓને માલના ભાડા પેટેના 63 હજાર રૂપિયા ગૂગલ પેથી ચૂકવેલ હતા, પરંતુ ચાર દિવસ થયાં છતાં માલ વિશાખાપટનમ ન પહોચતા જીતુભાઇ દ્વારા ગોંડલ ખાતે ટ્રાન્સપોર્ટના યાશીનભાઈ પૂછતાં તેમણે જણાવેલ કે, ડ્રાઇવરનો ફોન બંધ આવે છે ટ્રક માલીક અશોકભાઈ સાથે ફોનમાં વાત કરાવું,
ત્યારબાદ ટ્રક માલિકનો પણ ફોન બંધ થઈ ગયો. જેથી છેતરપિંડીથઈ હોવાનું જણાતા જીતુભાઇએ, ટ્રક ડ્રાઇવર ક્લીનર ધીરુંભાઈ તેમજ ટ્રક માલિક અશોકભાઈ અને અમરપુરી ,વિરુદ્ધ 500 ગુણી ધાણા કિંમત રૂપિયા 10.50 લાખનો માલ ઓળવી જવાની વિશ્વાસઘાત અને છેતરપીંડીની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં સિટી પોલીસે એક આરોપી ધરપકડ કરી હતી.
જેતપુરથી ટ્રક મારફતે ધાણા ભરીને આંધ્રપ્રદેશ ના વિશાખપટનમ જવા નીકળ્યા હતા પરંતુ,ટ્રક ડ્રાઇવર,ક્લીનર ,અને ટ્રક મલિક દ્વારા રસ્તામાં ટ્રકમાંથી ધાણાની 500 બેગ ઉતારી લેવામાં હતી, જેમાંથી ઝડપાયેલ આરોપી અમરપુરીને તેના ભાગમાં આવતા 50 બેગ ધાણા અને 10 હજાર રોકડ રકમ આપવામાં હતી. જ્યારે 450 ધાણાની બેગ લઈને ડ્રાઇવર અને ટ્રક માલિક બંને આરોપીઓ જતા રહ્યા હતા.
આ પણ વાંચો: સુરતમાં સ્કૂલવાન ચાલકો વિરૂદ્ધ RTOની લાલ આંખ
આ પણ વાંચો: વાવ બેઠક: કોંગ્રેસ પોતાનો ગઢ બચાવવા કોને ટિકિટ આપશે? ‘આ’ નેતાઓ સૌથી આગળ
આ પણ વાંચો: ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ
