Dang/ ડાંગમાં ગ્રામજનોએ શાળાને કરી તાળાબંધી, બાળકોની સુરક્ષા પ્રથમ

ડાંગમાં ગ્રામજનોએ શાળાઓના ઓરડા જર્જરિત હોવાને કારણે…..

Top Stories Gujarat

Dang: મુખ્યત્વે આદિવાસીઓના વિસ્તાર તરીકે ઓળખાતા ડાંગમાં ગ્રામજનોએ શાળાઓના ઓરડા જર્જરિત હોવાને કારણે શાળાની તાળાબંધી કરી છે. ગ્રામજનોના વિરોધના અનુસંધાને ડાંગના ધારાસભ્ય અને અધિકારીઓ શાળાની મુલાકાત લેવા પહોંચ્યા છે.

ડાંગમાં પિંપરી ગામે શાળાના ઓરડા જર્જરિત થઈ ચુક્યા છે. નાના ભૂલકાંઓ તેમજ વિદ્યાર્થીઓએ જર્જરિત અવસ્થા ધરાવતી શાળામાં ભણવું અઘરૂ થઈ ગયું છે. ક્યાંક જો ઓરડાની છત પડી ભાંગે તો બાળકોએ તેના શિકાર થવું પડે તેમ હોવાથી ગ્રામજનોએ શાળાના પ્રથમ દિવસે જ તાળાબંધી કરી છે. પિંપરી ગામે શાળાના ઓરડા જર્જરિત હોવાથી તેમના વિરોધને જોતાં ડાંગના ધારાસભ્ય અને અધિકારીઓ શાળાની મુલાકાતે પહોંચ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: મહેસાણાનાં વિજાપુરમાં તસ્કરોનો આતંક, લાખો રૂપિયાની લૂંટ

આ પણ વાંચો: જામનગરમાં અંગત અદાવતમાં યુવાનની ઘાતકી હત્યા

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન LLMની 6 કોલેજોની માન્યતા રદ કરાઈ

આ પણ વાંચો: સરકારી શાળામાં પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો: શિક્ષણમંત્રી પ્રફુલ પાનસરિયા