Business News/ સોના-ચાંદીમાં ‘ઉલટી ગંગા’! યુદ્ધ વચ્ચે પણ ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ અને સોનું ₹31,000 થી વધુ સસ્તું થયું

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના (Gold) અને ચાંદીના ભાવમાં કડાકો. ચાંદી તેના સર્વોચ્ચ સ્તરથી ₹1.51 લાખ અને સોનું ₹31,000 જેટલું ઘટ્યું. જાણો ઘટાડા પાછળનું કારણ.

Top Stories Business
Gold Silver Price Drop

Gold Silver Price Drop: સામાન્ય રીતે જ્યારે પણ વૈશ્વિક સ્તરે યુદ્ધ કે અસ્થિરતાનો માહોલ સર્જાય છે, ત્યારે સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચતા હોય છે. પરંતુ હાલમાં મિડલ ઈસ્ટમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગ વચ્ચે કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. બજારમાં સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે, જેણે ખરીદદારો અને રોકાણકારો બંનેને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

Silver ના ભાવમાં કેટલાક દિવસોથી સતત નરમાઈ

ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત નરમાઈ જોવા મળી રહી છે. ગત સપ્તાહના આંકડા પર નજર કરીએ તો, 27 ફેબ્રુઆરીએ જે ચાંદીનો ભાવ પ્રતિ કિલો ₹2,82,644 હતો, તે શુક્રવાર સુધીમાં ઘટીને ₹2,68,569 પર આવી ગયો છે. આમ, માત્ર 7 દિવસમાં જ ચાંદીના ભાવમાં ₹14,075 જેટલો ઘટાડો નોંધાયો છે. સૌથી મોટી રાહતની વાત એ છે કે, 29 જાન્યુઆરીએ ચાંદી ₹4,20,048 ના ઓલ ટાઈમ હાઈ લેવલ પર પહોંચી હતી, જેની સરખામણીએ અત્યારે ગ્રાહકોને ચાંદી પ્રતિ કિલો સીધી ₹1,51,479 જેટલી સસ્તી મળી રહી છે.

Gold Silver Price Drop

Goldના ભાવમાં પણ પીછેહઠ

સોનાના ભાવમાં પણ ગયા અઠવાડિયે નરમાઈ જોવા મળી છે. ગત 27 ફેબ્રુઆરીએ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,62,104 હતો, જે શુક્રવારે ઘટીને ₹1,61,675 પર બંધ થયો હતો. ખાસ નોંધનીય બાબત એ છે કે સોનું તેના સર્વોચ્ચ સ્તરથી અત્યારે ઘણું નીચે આવ્યું છે. 29 જાન્યુઆરીએ જે સોનું ₹1,93,096ની ઉંચી સપાટીએ હતું, તેની સામે અત્યારે તે ગ્રાહકોને સીધું ₹31,421 જેટલું સસ્તું મળી રહ્યું છે.

કેમ ઘટી રહ્યા છે ભાવ? શું કહે છે નિષ્ણાતો?

યુદ્ધ જેવી તંગદિલીભરી સ્થિતિમાં પણ ભાવ ઘટવા પાછળનું મુખ્ય કારણ નિષ્ણાતો ‘પ્રોફિટ બુકિંગ’ (Profit Booking) ગણાવી રહ્યા છે. અગાઉ ભાવમાં આવેલા મોટા ઉછાળાનો લાભ લેવા માટે મોટા રોકાણકારો અત્યારે નફો વસૂલવાની હોડમાં લાગ્યા છે. વળી, કટોકટીના સમયે રોકાણકારો સોનામાં રોકાણ જાળવી રાખવાને બદલે પોતાની પાસે રોકડ (Cash) રાખવાનું વધુ પસંદ કરી રહ્યા છે. આ ઉપરાંત, સતત તેજી બાદ ટેકનિકલ રીતે બજારમાં જે સુધારો (Correction) આવવો જોઈએ, તે પણ આ ઘટાડા માટે એક સ્વાભાવિક કારણ માનવામાં આવે છે.

ખરીદદારો માટે આ એક સારી તક સાબિત થઈ શકે છે, કારણ કે લાંબા સમય બાદ સોના-ચાંદીના ભાવમાં આટલો મોટો તફાવત જોવા મળ્યો છે.


આ પણ વાંચો: પેટ્રોલ શું GST ના દાયરામાં આવશે ? સિગારેટ પર સરકાર લઈ રહી છે મોટો નિર્ણય!

આ પણ વાંચો: ગેરકાયદેસર નેશનલ હાઇવે પરના ડીવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી

આ પણ વાંચો: નાઈજીરીયામાં પેટ્રોલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં 70ના મોત