યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં એલન મસ્ક ખુલ્લેઆમ યુક્રેનની સાથે ઉભા છે. તે સતત ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર કામ કરી રહ્યા છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ સ્પેસએક્સના સીઈઓ એલન મસ્ક સાથે વાત કરી છે અને ટ્વિટ કર્યું છે કે યુક્રેનને આવતા અઠવાડિયે સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ ટર્મિનલ્સની નવી બેચ મળશે.
ઝેલેન્સકીએ ટ્વિટર પર આ માહિતી આપી છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું, ‘એલન મસ્ક સાથે વાત થઇ છે. યુક્રેનને સમર્થન આપવા બદલ હું તેમનો આભારી છું,ઉલ્લેખનીય છે કે ગુરુવારે એલોન મસ્કે જણાવ્યું હતું કે સ્ટારલિંક એકમાત્ર નોન-રશિયન કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જે યુક્રેનના કેટલાક ભાગોમાં યુદ્ધની સ્થિતિમાં કામ કરી રહી છે. વોલોડીમિર ઝેલેન્સકીએ કહ્યું કે આવતા અઠવાડિયે અમને બરબાદ થયેલા શહેરો માટે સ્ટારલિંક સિસ્ટમનો બીજો બેચ મળશે.
આ સાથે સ્પેસ પ્રોજેક્ટને લઈને પણ બંને વચ્ચે વાતચીત થઈ છે. વોલોડિમિર ઝેલેન્સકીએ કહ્યું કે તે તેના વિશે પછીથી વાત કરશે. ઉલ્લેખનીય કે એલન મસ્ક યુક્રેનમાં ઈન્ટરનેટ આપવામાં સતત મદદ કરી રહ્યા છે. તેણે પહેલાથી જ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે સ્ટારલિંક ટર્મિનલની બેચ મોકલી છે. 3 માર્ચના રોજ, તેણે સ્પેસએક્સને યુક્રેનની મદદ પણ નોંધાવી.
ઈલોન મસ્ક પોતે ટ્વિટર પર આ માહિતી આપી હતી. એક યૂઝરને જવાબ આપતાં તેણે કહ્યું હતું કે, ‘યુક્રેનમાં સામાન્ય લોકોને ઈન્ટરનેટને લઈને વિચિત્ર સમસ્યા થઈ રહી છે. કદાચ આ ખરાબ હવામાનને કારણે થઈ રહ્યું છે? એટલા માટે SpaceX તેને ઠીક કરવામાં મદદ કરી રહ્યું છે. આ પહેલા યુક્રેનના નાયબ વડાપ્રધાન મિખાઈલો ફેડોરોવે ટ્વિટર પર ઈલોન મસ્ક પાસેથી મદદ માંગી હતી.
Talked to @elonmusk. I’m grateful to him for supporting Ukraine with words and deeds. Next week we will receive another batch of Starlink systems for destroyed cities. Discussed possible space projects 🚀. But I’ll talk about this after the war.
— Володимир Зеленський (@ZelenskyyUa) March 5, 2022
આ સાથે સ્પેસ પ્રોજેક્ટને લઈને પણ બંને વચ્ચે વાતચીત થઈ છે. વોલોડિમિર ઝેલેન્સકીએ કહ્યું કે તે તેના વિશે પછીથી વાત કરશે. તમને જણાવી દઈએ કે એલન મસ્ક યુક્રેનમાં ઈન્ટરનેટ આપવામાં સતત મદદ કરી રહ્યા છે. તેણે પહેલાથી જ ઈન્ટરનેટ કનેક્ટિવિટી માટે સ્ટારલિંક ટર્મિનલની બેચ મોકલી છે.
એલન મસ્ક પોતે ટ્વિટર પર આ માહિતી આપી હતી. એક યૂઝરને જવાબ આપતાં તેણે કહ્યું હતું કે, ‘યુક્રેનમાં સામાન્ય લોકોને ઈન્ટરનેટને લઈને વિચિત્ર સમસ્યા થઈ રહી છે. કદાચ આ ખરાબ હવામાનને કારણે થઈ રહ્યું છે? એટલા માટે SpaceX તેને ઠીક કરવામાં મદદ કરી રહ્યું છે. આ પહેલા યુક્રેનના નાયબ વડાપ્રધાન મિખાઈલો ફેડોરોવે ટ્વિટર પર એલન મસ્ક પાસેથી મદદ માંગી હતી.
