Mumbai News : મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે રોહિત શેટ્ટી (Rohit Shetty)ના ઘર પર થયેલા ફાયરિંગ કેસમાં વધુ એક શંકાસ્પદ (Suspect) વ્યક્તિની ધરપકડ કરી છે. આગ્રાથી ધરપકડ કરાયેલ આ આરોપીનું નામ વિષ્ણુ કુશવાહ છે. તેને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરવામાં આવશે. રોહિત શેટ્ટી(Rohit Shetty)ના ઘરે ફાયરિંગ કેસ (Firing Case)માં અત્યાર સુધી કુલ 12 આરોપીઓની ધરપકડ(Arrested) થઈ ચૂકી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત છ લોકો કોર્ટમાં હાજર થયા હતા.
રોહિત શેટ્ટી (Rohit Shetty)ના ઘરે ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી દીપકની ધરપકડ
પોલીસના જણાવ્યા મુજબ, ફાયરિંગ કરનાર મુખ્ય આરોપી દીપક હોવાનું સામે આવ્યું છે. હવે મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય શૂટરની પણ ધરપકડ કરી લીધી છે.
અન્ય રાજ્યોમાંથી ધરપકડ

આ કેસમાં આગ્રા, નોઈડા અને હરિયાણાથી કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આજે તેમને સ્પેશિયલ મકોકા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તમામ આરોપીઓને 25 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આશ્રય આપવાનો આરોપ
ધરપકડ કરાયેલા છ લોકોમાંથી ત્રણ વ્યક્તિઓનો ફાયરિંગ સાથે સીધો સંબંધ ન હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તેઓ માત્ર આરોપીઓની સાથે હતા અને તેમને રહેવા માટે ઘર આપ્યું હતું, કારણ કે આરોપીઓએ પોતાને રજા પર હોવાનો દાવો કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ઘટના સમયે દીપક, સની અને સોનુ તેમની સાથે હતા. દીપકે ગોળીબાર કર્યો હતો અને ફરાર થયા બાદ અન્ય ત્રણ લોકોએ તેને મદદ કરી હતી. ઋત્વિક, વિશાલ અને જતીન પર મુખ્ય આરોપીઓને આશ્રય આપવાનો આરોપ છે.
પોલીસ કસ્ટડીમાં આરોપીઓ
માહિતી મુજબ, જતીને ઓટો-રિક્ષાનું ભાડું ચૂકવ્યું હતું કારણ કે અન્ય લોકો પાસે પૈસા નહોતા. ઋત્વિક નોઈડાનો રહેવાસી છે. દીપક, સની અને સોનુ ઘટના પહેલા ઘણા દિવસોથી મુંબઈમાં રહી રેકી કરી રહ્યા હતા.
હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ રાખી છે.
આ પણ વાંચો : અભિનેતા રણવીર સિંહને લોરેન્સ ગેંગની ધમકી
આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈ ગેંગે સલમાન ખાનને આપી ફરી ધમકી, જીવ બચાવવો હોય તો મંદિરમાં માફી માગ નહીંતર 5 કરોડ આપ
આ પણ વાંચો : લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેના વિવાદ વચ્ચે શાકભાજી વેચનારની એન્ટ્રી, 5 કરોડ રૂપિયા માંગનાર પોલીસના હાથે ઝડપાઈ ગયો
