Entertainment News/ લોરેન્સ બિશ્નોઈ અને સલમાન ખાન વચ્ચેના વિવાદ વચ્ચે શાકભાજી વેચનારની એન્ટ્રી, 5 કરોડ રૂપિયા માંગનાર પોલીસના હાથે ઝડપાઈ ગયો

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. તે જ્યાં પણ જાય છે, તેની સુરક્ષા માટે ઓછામાં ઓછા 60 સુરક્ષાકર્મીઓ તેની સાથે હોય છે.

Trending Entertainment

Entertainment News: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની સુરક્ષામાં વધુ વધારો કરવામાં આવ્યો છે. તે જ્યાં પણ જાય છે, તેની સુરક્ષા માટે ઓછામાં ઓછા 60 સુરક્ષાકર્મીઓ તેની સાથે હોય છે. ‘સિકંદર’ અભિનેતાને કાળા હરણના શિકાર કેસમાં લાંબા સમયથી લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે.

આ દરમિયાન થોડા દિવસો પહેલા એક વ્યક્તિએ ટ્રાફિક પોલીસને મેસેજ કરીને સલમાન ખાનને ધમકી આપી હતી કે 5 કરોડ રૂપિયા આપો નહીં તો બાબા સિદ્દીકી જેવું જ થશે. આ મેસેજ બાદ મુંબઈ પોલીસ સતર્ક થઈ ગઈ હતી. હવે આ કેસમાં વધુ એક નવું અપડેટ સામે આવ્યું છે, સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 10 19T095644.550 'કલંક મારા પર પણ લાગ્યો અને મારા મા-બાપ પર પણ...',સલીમના દિલની પીડા સલમાન ખાનના ચહેરા પર છલકાઈ

લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી માંગનાર કોણ હતું?

માહિતી અનુસાર, મુંબઈ પોલીસે જમશેદપુરથી સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની ખંડણી માંગનાર વ્યક્તિની ધરપકડ કરી છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, ટ્રાફિક પોલીસને સલમાન ખાન સાથે સંબંધિત મેસેજ મળ્યા બાદ તે અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.

આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિનું લોકેશન ઝારખંડમાં ટ્રેક કરવામાં આવ્યું હતું. જમશેદપુર સ્થાનિક પોલીસની મદદથી, મેસેજ મોકલનાર વ્યક્તિની સંપૂર્ણ તપાસ બાદ ધરપકડ કરવામાં આવી હતી અને તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો. સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની ઓળખ 24 વર્ષીય શેખ હુસૈન શેખ મૌસીન તરીકે થઈ છે. તે શાકભાજી વેચનાર છે.

Copy of પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2024 10 19T095530.286 'કલંક મારા પર પણ લાગ્યો અને મારા મા-બાપ પર પણ...',સલીમના દિલની પીડા સલમાન ખાનના ચહેરા પર છલકાઈ

21મી ઓક્ટોબરે મેસેજ મોકલીને માફી માંગી હતી

ટ્રાફિક પોલીસને 18 ઓક્ટોબરના રોજ વોટ્સએપ પર ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે, “આ મેસેજને હળવાશથી ન લો, જો સલમાન ખાન જીવતો રહેવા માંગતો હોય અને લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથેની દુશ્મની ખતમ કરવા માંગતો હોય, તો તેને પાંચ કરોડ રૂપિયા આપવા જોઈએ. જો તે ચૂકવણી નહીં કરે તો તેની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થશે.

આ મેસેજના થોડા દિવસો બાદ 21 ઓક્ટોબરે એ જ વ્યક્તિએ મુંબઈ પોલીસને માફી માંગતો મેસેજ મોકલ્યો અને કહ્યું કે મેસેજ ભૂલથી થઈ ગયો છે. સલમાન ખાન હાલમાં બિગ બોસ 18ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ સાથે તે પોતાની ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પણ કરી રહ્યો છે. તે ટૂંક સમયમાં જ રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’માં ચુલબુલ પાંડે તરીકે ધૂમ મચાવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બિશ્નોઈ ગેંગના તાર ભારતીય એજન્ટ્સ સાથે જોડાયેલા છે, કેનેડિયન પોલીસનો દાવો

આ પણ વાંચો:બંબીહા-કૌશલ ગેંગ, લકી પટિયાલ, નીરજ બવાના… આ ગુંડાઓ લોરેન્સ બિશ્નોઈના દુશ્મન 

આ પણ વાંચો:સલમાન ખાન બાદ લોરેન્સ બિશ્નોઈએ આ પંજાબી સિંગરના ઘરે કરાવ્યું ફાયરિંગ