Kutch Grass Distribution News: કચ્છ જિલ્લામાં વરસાદની અસ્થિર સ્થિતિ અને ખેંચાણ વચ્ચે પશુપાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. અછત કે દુષ્કાળ જેવી સ્થિતિમાં અબોલ પશુધનને ઘાસની અછત ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત દરે ઘાસ વિતરણની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જરૂરિયાત ધરાવતા પશુપાલકોને ઘાસ ઉપલબ્ધ કરાવવા માટે જિલ્લામાં વિવિધ સ્થળોએ ઘાસ ડેપો કાર્યરત કરવામાં આવ્યા છે.
ત્રણ તબક્કામાં ઘાસ વિતરણની કામગીરી
કચ્છ(Kutch) જિલ્લામાં ઘાસ વિતરણની કામગીરી કુલ ત્રણ તબક્કામાં કરવામાં આવી રહી છે. પ્રથમ તબક્કો 17 જુલાઈથી 31 જુલાઈ સુધી યોજાયો હતો. ત્યારબાદ બીજો તબક્કો 10 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી રાખવામાં આવ્યો હતો. હાલમાં ત્રીજા તબક્કા હેઠળ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી ઘાસ વિતરણની કામગીરી ચાલી રહી છે.

7 તાલુકામાં ઘાસ ડેપો કાર્યરત(Kutch)
વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાત મુજબ કચ્છના(kutch) વિવિધ તાલુકાઓમાં ઘાસ ડેપો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અબડાસા, ભુજ, માંડવી, નખત્રાણા, લખપત અને અંજાર સહિતના વિસ્તારોનો સમાવેશ થાય છે. ઘાસકાર્ડ ધરાવતા પશુપાલકોને તેમની જરૂરિયાત મુજબ ઘાસનો જથ્થો ફાળવવામાં આવી રહ્યો છે. 1 સપ્ટેમ્બર 2026ની સ્થિતિ મુજબ, અબડાસામાં 1,903 ઘાસકાર્ડ ધારકોને 42,085 કિલો, જ્યારે ભુજમાં 4,437 ઘાસકાર્ડ ધારકોને 5,21,920 કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. તેવી જ રીતે માંડવીમાં 4,764 કાર્ડ ધારકોને 2,70,977 કિલો, નખત્રાણામાં 5,927 કાર્ડ ધારકોને 4,09,232 કિલો, લખપતમાં 5,417 કાર્ડ ધારકોને 1,07,037 કિલો અને અંજારમાં 738 કાર્ડ ધારકોને 4,280 કિલો ઘાસ આપવામાં આવ્યું છે.
કુલ 13.55 લાખ કિલો ઘાસનું વિતરણ
સત્તાવાર આંકડા પ્રમાણે અત્યાર સુધીમાં વિવિધ તાલુકાઓમાં કુલ 13,55,531 કિલો ઘાસનું વિતરણ કરવામાં આવ્યું છે. આ કામગીરીથી વરસાદની ખેંચનો સામનો કરી રહેલા પશુપાલકોને(Kutch) મોટી રાહત મળી છે. વહીવટી તંત્ર(Kutch) દ્વારા ઉપલબ્ધ ઘાસના જથ્થાનું આયોજન કરીને તેને સમયસર પશુપાલકો સુધી પહોંચાડવામાં આવી રહ્યું છે. વરસાદમાં વધુ ખેંચ પડે અથવા અછતની સ્થિતિ સર્જાય તો અબોલ પશુઓના નિભાવમાં મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા આ વ્યવસ્થા સતત ચાલુ રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદની ખેંચથી ખેડૂતો પર સંકટ! વિધાનસભામાં 116 નોટિસ, 10થી વધુ જિલ્લાઓમાં અછતની ચિંતા
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસા વચ્ચે ઉકળાટ વધશે, ભારે વરસાદની શક્યતા નહિવત
આ પણ વાંચો:ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર
