Gandhinagar News/ ગુજરાતમાં વરસાદની ખેંચથી ખેડૂતો પર સંકટ! વિધાનસભામાં 116 નોટિસ, 10થી વધુ જિલ્લાઓમાં અછતની ચિંતા

Gujarat Rainfall Deficit: ગુજરાતમાં વરસાદની ખેંચનો મુદ્દો વિધાનસભા સુધી પહોંચ્યો છે. ખેડૂતોની મુશ્કેલીઓને લઈને 116 નોટિસ આપવામાં આવી છે. 10થી વધુ જિલ્લાઓમાં વરસાદની અછત વચ્ચે સર્વે અને રાહતની માંગ ઉઠી.

Gujarat Gandhinagar Top Stories
Gujarat Rainfall Deficit: વિધાનસભામાં 116 નોટિસ, ખેડૂતોના વળતર માટે માંગ ઉઠી

Ganghinagar News: ગુજરાતમાં વરસાદની ખેંચને કારણે ખેડૂતોની વધતી (Gujarat Rainfall Deficit) મુશ્કેલીઓનો મુદ્દો હવે વિધાનસભા સુધી પહોંચ્યો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં અપુરતા વરસાદને કારણે ખેતી પર અસર થવાની ભીતિ વચ્ચે ધારાસભ્યો દ્વારા વિધાનસભામાં કુલ 116 નોટિસ આપવામાં આવી છે.

Gujarat Rainfall Deficit: 10થી વધુ જિલ્લાઓમાં વરસાદની અછત

વિધાનસભામાં આપવામાં (Gujarat Assembly) આવેલી નોટિસોમાં રાજ્યના 10થી વધુ જિલ્લાઓમાં વરસાદની અછતનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદની ખેંચ જોવા મળી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વરસાદ પૂરતો ન પડતા ખેડૂતોની ચિંતા વધી છે. કેટલાક વિસ્તારોમાં વાવેતર અને પાકના વિકાસ પર અસર થવાની શક્યતા છે. જો આગામી દિવસોમાં પૂરતો વરસાદ નહીં પડે તો ખેડૂતોને ખેતીમાં મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

ઓછા વરસાદને કારણે અનેક વિસ્તારોમાં વાવેતર નિષ્ફળ (Gujarat Agriculture) જવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને આર્થિક નુકસાનથી બચાવવા સરકાર દ્વારા યોગ્ય પગલાં ભરવાની તેમજ જરૂરિયાત મુજબ વળતર આપવાની માંગ કરવામાં આવી છે. ઓછો વરસાદ પડ્યો હોય તેવા જિલ્લાઓમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે તેવી માંગ પણ વિધાનસભામાં કરવામાં આવી છે. સર્વે બાદ પાકની સ્થિતિ અને ખેડૂતોને થયેલા નુકસાનનો અંદાજ મેળવી રાહત અંગે નિર્ણય લેવા રજૂઆત કરવામાં આવી છે.

વરસાદની ખેંચને કારણે ઉભી થયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક રાહતના પગલાં ભરવા માંગ ઉઠી છે. હવે વિધાનસભામાં રજૂ થયેલી 116 નોટિસ બાદ સરકાર વરસાદની અછતથી અસરગ્રસ્ત વિસ્તારો અને ખેડૂતો માટે શું નિર્ણય લે છે તેના પર નજર રહેશે.


આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં વરસાદની અછત વચ્ચે કોંગ્રેસનો અનોખો વિરોધ, 50 સ્થળે ખેતરમાં યજ્ઞ; દુષ્કાળ જાહેર કરવાની માંગ

આ પણ વાંચો: ગુજરાતમાં હળવા વરસાદની આગાહી વચ્ચે દુષ્કાળ જાહેર કરવાની માગ તેજ, ઉત્તર ગુજરાત માટે CMને પત્ર

આ પણ વાંચો: વરસાદ બંધ થયાને મહિનો થયો, છતાં 500 એકર ખેતરોમાં પાણી! લુવારાના ખેડૂતોની મુશ્કેલી વધી