Not Set/ ૨૦ વર્ષીય યુવાને ટ્રેન આગળ ઝંપલાવતા પહેલા બનાવ્યો વિડીયો અને પછી..

મહારાષ્ટ્રમાં થાણે જીલ્લામાં આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૨૦ વર્ષના યુવકે ટ્રેન આગળ પડતું મુક્યું હતું. કલ્યાણ સ્ટેશન નજીક સબઅર્બન ટ્રેન સામે તેણે કુદકો માર્યો હતો પરંતુ જોવાની વાત તો એ છે કે તેણે આ આત્મહત્યાનો વિડીયો બનાવ્યો હતો. નૈતવાલી ગામ નજીક ટ્રેક પરથી તેની ડેડ બોડી ગુરુવારે મળી આવી હતી. પોલીસના કહેવા […]

Top Stories India Trending

મહારાષ્ટ્રમાં થાણે જીલ્લામાં આત્મહત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૨૦ વર્ષના યુવકે ટ્રેન આગળ પડતું મુક્યું હતું.

કલ્યાણ સ્ટેશન નજીક સબઅર્બન ટ્રેન સામે તેણે કુદકો માર્યો હતો પરંતુ જોવાની વાત તો એ છે કે તેણે આ આત્મહત્યાનો વિડીયો બનાવ્યો હતો.

નૈતવાલી ગામ નજીક ટ્રેક પરથી તેની ડેડ બોડી ગુરુવારે મળી આવી હતી.

પોલીસના કહેવા પ્રમાણે ૨૦ વર્ષીય રોહિત પરદેશીએ જે વિડીયો બનાવ્યો હતો તેના પરથી લાગે છે કે તેના મોત માટે કોઈ જવાબદાર નથી.

કલ્યાણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર દિનકર પિંગલે કહ્યું હતું કે આ આકસ્મિક મૃત્યુ છે અને રોહિતની બોડીને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધી છે.

ઘટના સ્થળ પર મૃતકનું માથું અને ધડ અલગ જોવા મળ્યા હતા. પોલીસને મૃતકના ફોનમાંથી આત્મહત્યા રેકોર્ડ કરેલો વિડીયો મળ્યો છે.

આ સ્યુસાઇડ વિડીયોમાં તેણે કહ્યું હતું કે તે કોઈના દબાણના લીધે આત્મહત્યા નથી કરી રહ્યો કે તેની આત્મહત્યા કરવા પાછળ કોઈ જવાબદાર પણ નથી.

પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આ વિડીયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે.