Breaking News: ડીસા (Dish) ના ધુનવા રોડ પર આવેલી ફટાકડાની ફેક્ટરી (Firecracker factory) અને ગોદામમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં પાંચથી વધુ કામદારોના મોતની આશંકા સેવાઇ રહી છે.જેમાં ખુબચંદ સિંધી નામના વ્યક્તિની માલિકીની દીપક ટ્રેડર્સ એજન્સીમાં ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા.ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. અત્યાર સુધીમાં 17 કામદારોના મોત થયા છે. મૃત્યુઆંક વધી શકે છે.

દરમિયાન, પ્રાથમિક અંદાજ મુજબ વિસ્ફોટક સામગ્રીમાં અચાનક વિસ્ફોટ થવાને કારણે આગ લાગી હતી. આગની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. 108 એમ્બ્યુલન્સ ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

આ આગની તીવ્રતાને કારણે ઘટનાસ્થળે અંધાધૂંધી મચી ગઈ હતી.તેમજ ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબુમાં લેવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.ઘટનામાં કેટલા કામદારો હાજર હતા અને કેટલા સુરક્ષિત છે તે અંગે હજુ સુધી સત્તાવાર માહિતી ઉપલબ્ધ નથી. સ્થાનિક પોલીસ અને વહીવટીતંત્ર ઘટનાની તપાસ કરી રહ્યું છે.
જાણકારી અનુસાર, વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. જેના કારણે છત પડી ગઈ હતી. તો કેટલાક લોકો દટાઈ ગયા હતા. તે બધાને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં છ લોકો સારવાર હેઠળ છે. જેમાંથી ત્રણ લોકો 40 ટકાથી વધુ દાઝી ગયા છે. જોકે, મૃતકોનો ચોક્કસ આંકડો હજુ સુધી કહી શકાય નહીં.
બોઈલર વિસ્ફોટને કારણે આ ઘટના બની છે. જેમાં ઈમારત ધરાશાયી થઈ ગઈ છે. જેમાં કેટલાક લોકો દટાયેલા છે. જેમાંથી કેટલાકને બહાર કાઢવામાં આવ્યા છે. પાંચ લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમની સારવાર ચાલી રહી છે. આરોગ્ય વિભાગ, વહીવટ, નગરપાલિકા અને ફાયર બ્રિગેડ તમામ ટીમો હાલમાં કામ કરી રહી છે.
આ પણ વાંચો:ડીસામાં ઘી ના ભેળસેળીયા વેપારી પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ત્રાટક્યુ
આ પણ વાંચો:ડીસા અને રાજકોટમાં મહત્તમ તાપમાનનો પારો 38ને પાર, જાણો રાજ્યમાં કેવું છે હવામાન?
આ પણ વાંચો:ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી
