Banaskantha News/ ડીસામાં 46 લાખની લૂંટમાં 250 CCTV ચકાસી અંતે 7 શખ્સો ઝડપી લેવાયા, 6 મહિના કરી હતી રેકી

જેલમાં બંધ એક આરોપીની મદદથી મધ્યપ્રદેશથી તમંચાની ખરીદી કરી લૂંટને અંજામ આપ્યો હતો.

Top Stories Gujarat Others

Banaskantha News :250 CCTV ફંફોળીને પોલીસ લૂંટારા સુધી પહોંચી:ડીસાની 46 લાખની આંગડિયા લૂંટ મામલે 7 ઝડપાયા, ગુનાને અંજામ આપતાં પહેલાં 6 મહિના સુધી રેકી કરી હતી. બનાસકાંઠાના ડીસામાં થયેલી ચકચારી 46 લાખ રૂપિયાની લૂંટમાં અંતે પોલીસે 7 લૂંટારાઓને ઝડપી લીધા છે. પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે આસપાસના અંદાજે 250 જેટલા CCTV ચકાસ્યા હતા. આરોપીઓએ લૂંટના ગુનાને અંજામ આપવા માટે આંગડિયા પેઢીના કર્મચારીઓની છેલ્લા છ મહિનાથી રેકી કરી હોવાનું સામે આવ્યું છે. ત્યાર બાદ જેલમાં બંધ એક આરોપીની મદદથી મધ્યપ્રદેશથી તમંચાની ખરીદી કરી લૂંટને અંજામ આપ્યો હતો.

આરોપીઓ પાસેથી રોકડ રકમ કબજે કરાઈ.
ડીસા શહેરની જૂની કોર્ટની સામે રાજ ઝેરોક્સની પાછળ આવેલા કોમ્પ્લેક્સમાં એચ.એમ. આંગડિયા પેઢીની ઓફિસ આવેલી છે. 14 ઓક્ટોબરે આંગડિયા પેઢી ધરાવતા ટીનાભાઈ રાજપૂતના ડીસાના સ્મશાન ગૃહ નજીક આવેલા ઘરેથી તેમના ઓફિસના સ્ટાફનો કર્મચારી નિકુલ પંચાલ રોકડ રકમ ભરેલો થેલો લઈ ઓફિસે જવા નીકળ્યો હતો. એક્ટિવા પર નિકુલ વાડી રોડ થઈ લાલચાલી વિસ્તારમાંથી નીકળતાં જ બે અજાણ્યા શખસે તેને આંતર્યો હતો અને તમંચો બતાવી રોકડ રકમ ભરેલો થેલો લઈ નાસી છૂટ્યા હતા.
ડીસા શહેરમાં આંગડિયા લૂંટ અંગે પોલીસને જાણ થતાં જ બનાસકાંઠા પોલીસ લૂંટારા સુધી પહોંચવા એકશનમાં આવી હતી. ગુનાનો ભેદ ઉકેલવા માટે એસપી દ્વારા અલગ અલગ સાત ટીમની રચના કરવામાં આવી હતી. આ તમામ ટીમે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી. આરોપી સુધી પહોંચવા માટે પોલીસે જે જગ્યાએ બનાવ બન્યો એના આસપાસના વિસ્તારના 250 જેટલા સીસીટીવી ફંફોળ્યા હતા.
આંગડિયા લૂંટ મામલે સાત આરોપી ઝડપાયા

આ તમંચાની મદદથી ગુનાને અંજામ આપ્યો.આંગડિયા લૂંટ મામલે સાત આરોપી ઝડપાયા

(1) પ્રકાશ ઉર્ફે પકો રાવળ
(2) ભાયલાલ ઉર્ફે અરવિંદ દડિયો
(3) સાગર ઉર્ફે કાળિયો ડાહ્યા રાવળ
(4) પ્રેમકુમાર શ્રવણ બારોટ
(5) શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસિંહ દરબાર
(6) હિતેષ રાજુભાઇ પટણી
(7) કરણસિંહ દિલીપસિંહ સોલંકી
આ બે આરોપીને ઝડપવાના બાકી
1. કિશોરકુમાર કાન્તિલાલ લુહાર( હથિયાર ખરીદવામાં મદદ કરનાર)
2. ટીલુ તોમર (હથિયાર વેચાણથી આપનાર)

વિદ્યાનગરમાં રહેતાં 76 વર્ષીય NRI વૃદ્ધા ચાર દિવસ અગાઉ પોતાના ઘરે એકલાં હતાં. એ દરમિયાન એક અજાણ્યા યુવકે ઘરમાં ઘૂસીને તેમને બંધક બનાવી રૂપિયા 2.50 લાખના દાગીના લૂંટી લીધા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે અજાણ્યાં લૂંટારા યુવક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ આ લૂંટના ગુનામાં સંડોવાયેલા બે આરોપીને પકડી પાડ્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં આ વૃદ્ધાના ઘરે ડ્રાઈવર તરીકે કામ કરતા યુવકે જ પોતાના સાગરીતને મોકલી આ લૂંટ કરાવી હોવાનું ખૂલ્યું છે.

પોલીસનું માનીએ તો આરોપીઓએ છ મહિનાથી એચ.એમ. આંગડિયા પેઢીના કર્મચારીઓની રેકી કરી હતી. શૈલેન્દ્ર ઉર્ફે બકો વદેસિંહ દરબાર, હિતેષ રાજુભાઈ પટણી અને કરણસિંહ સોલંકી નામના આરોપીઓએ આંગડિયા પેઢીના કર્મચારીઓની રેકી કરી તેમની અવરજવરનો સમય નોંધ્યો હતો. આ ત્રણેય લોકોએ પ્રકાશ ઉર્ફે પકો રાવળ, બાઈલાલ ઉર્ફે અરવિંદ દડિયો અને પ્રેમકુમાર બારોટને માહિતી પૂરી પાડી હતી અને તમંચાની પણ વ્યવસ્થા કરી આપી હતી. આ ગુનામાં જે તમંચાનો ઉપયોગ કરાયો હતો એ સાબરમતી જેલમાં બંધ આરોપીની મદદથી મધ્યપ્રદેશથી ખરીદાયો હોવાનું સામે આવ્યું છે. લૂંટને અંજામ આપ્યા બાદ જે રકમ મળે એ રકમમાંથી અમુક રકમ ભટામલમાં રહેતા સાગર ઉર્ફે કાળિયા રાવળને આપી દેવાનું નક્કી કરાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં વિઝા ફ્રોડઃ ડોલર લેવા જતાં રૂપિયા પણ ખોવાના આવ્યા

આ પણ વાંચો: કેનેડામાં વિઝાના બ્હાને 37 લાખ રૂપિયાની છેતરપિંડી

આ પણ વાંચો:  સુરતમાં મોટાવરાછામાં વિઝા વર્ક પરમીટના બહાને છેતરપિંડી, ફરિયાદ બાદ માલિકો ભૂગર્ભમાં