Fraud/ સુરતમાં મોટાવરાછામાં વિઝા વર્ક પરમીટના બહાને છેતરપિંડી, ફરિયાદ બાદ માલિકો ભૂગર્ભમાં

સુરતમાં ઈગોન ઇમીગ્રેશનના સંચાલકોએ ફેસબુક ઉપર કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝાની લોભામણી જાહેરાત મુકી નોકરી માટે વિદેશ જવા ઇચ્છતા લોકો પાસેથી લાખ્ખો રૂપિયા ખંખેર્યા.

Gujarat
YouTube Thumbnail 5 સુરતમાં મોટાવરાછામાં વિઝા વર્ક પરમીટના બહાને છેતરપિંડી, ફરિયાદ બાદ માલિકો ભૂગર્ભમાં

આજે લોકોમાં વિદેશ જવાનો ક્રેઝ વધ્યો છે. લોકોની લાલચનો લાભ લેવા નકલી ઇમીગ્રેશન સેન્ટરો ખૂલવા લાગ્યા છે. સુરતમાંથી લોકો સાથે ફ્રોડ કરતા ઇગોન ઇમીગ્રેશન સેન્ટરનો પર્દાફાશ થયો. આ ઇમીગ્રેશનના સંચાલકો ફેસબુક ઉપર કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના વર્ક પરમીટ વિઝાની લોભામણી જાહેરાત મુકી નોકરી માટે વિદેશ જવા ઇચ્છતા લોકો પાસેથી લાખ્ખો રૂપિયા ખંખેર્યા. એક વ્યક્તિ આ ફ્રોડનો ભોગ બનતા ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો.

વિઝાના નામે લોકો સાથે છેતરપિંડી કરનાર ઇગોન ઇમીગ્રેશન સેન્ટર મોટા વરાછાના લજામણી ચોકના મેરીડીયન બિઝનેશ સેન્ટરમાં આવેલ છે. ઇગોન ઇમીગ્રેશનના સંચાલકોએ અત્યાર સુધી વિઝાના બહાને 100થી વધુ લોકો સાથે છેતરપીંડી કરી. સંચાલકો સામે છેતરપિંડીની ફરિયાદ થતા લોકોના રૂપિયા ઉઘરાવનાર ભેજાબાજો ભૂગર્ભમાં ઉતરી ગયા. પોલીસે આ મામલે છેતરપિંડીનો ગુનો નોંધી ઇમીગ્રેશન સંચાલકોની શોધ શરૂ કરી છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું કે ઇગોન ઇમીગ્રેશન સેન્ટર જયદીપ મહેન્દ્ર પટેલ નામની વ્યક્તિ દ્વારા ચલાવવામાં આવે છે. પ્રાથમિક તપાસમાં જયદીપે 100 થી વધુ લોકોને વિદેશના વર્ક પરમીટના નામે લાખ્ખો રૂપિયા ઉઘરાવ્યાનું અને તેના એક નહીં પરંતુ આણંદ ઉપરાંત અમદાવાદ અને મહેસાણા સહિતના ચારથી પાંચ સરનામા મળ્યા છે. જ્યારે પોલીસે તેમનો સંપર્ક કરવા પ્રયાસ કર્યો તો ઘરે અને ઓફિસે તાળા જોવા મળ્યા. હાલમાં પોલીસે જામનગર કાલાવાડ રોડ નં. 3 નો રહેવાસી હોવાનું નોંધી જયદીપ પટેલની શોધખોળ માટે તપાસ હાથધરી.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક કલ્પેશ નામની વ્યક્તિએ ઇગોન ઇમીગ્રેશન સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. કલ્પેશ નામનો વ્યક્તિ ફર્નિચરનો વેપારી છે અને પુણા ગામના ગુલાબ ચોક નજીક કોળીવાડ ફળીયામાં રહે છે. કલ્પેશે પોતાની પત્ની ભૂમિને કેનેડા મોકલવા ફેસબુક આઈડી પર જાહેરાત જોયા બાદ મેરીડિયન બિઝનેશ સેન્ટર ખાતે ઇગોન ઇમિગ્રેશનની મુલાકાત લીધી. ત્યાં તેમની મુલાકાત સંચાલક જયદીપ પટેલ સાથે થઈ.

જયદીપે કેનેડાના વર્ક વિઝાનો રૂ. 15 લાખનો ખર્ચ અને રૂ. 10 લાખ પોતાની ઓફિસમાં જમા કરાવવાના અને રૂ. 5 લાખ કેનેડામાં જોબ ચાલુ થાય ત્યારે દર મહિને રૂ. 50 હજાર લેખે 10 મહિના સુધી કપાશે તેવી લાલચ આપી હતી. જેથી કેનેડા જવાની લાલચમાં કલ્પેશે પત્ની ભુમિનો આધારકાર્ડ, પાસપોર્ટ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ્સ તથા એડવાન્સ પેટે રોકડા રૂ. 1 લાખ આપ્યા હતા. તેના બાદ કેટલાક જરૂરી કામો માટે અનેક વાર રૂપિયાની માંગણી કર્યા બાદ તા. 15 થી 20 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદ મેડીકલ ચેકઅપ માટે તૈયારી કરવા કહ્યું હતું. પરંતુ ત્યારપછી સતત જયદીપ પટેલનો ફોન બંધ આવતા કલ્પેશ ઇગોન ઇમિગ્રેશનની ઓફિસ ખાતે ગયો હતો જયાં જાણવા મળ્યું હતું કે જયદીપ 25 થી 30 જણાને વર્ક પરમીટ વિઝાના બહાને લાખ્ખો રૂપિયા ઉઘરાવી રફુચકકર થઈ ગયો છે. તેના બાદ કલ્પેશ પોલીમાં ફરિયાદ કરતા વિઝા વર્કપરમીટના નામે છેતરપિંડીનો મામલો સામે આવતા પોલીસે જયદીપને શોધવા તપાસના ચક્રો કર્યા.


whatsapp ad White Font big size 2 4 સુરતમાં મોટાવરાછામાં વિઝા વર્ક પરમીટના બહાને છેતરપિંડી, ફરિયાદ બાદ માલિકો ભૂગર્ભમાં


આ પણ વાંચો : RAJULA/ મોરંગી ગામમાં ગુમ થયેલ બે ભાઈઓની ગામ નજીકના તળાવમાંથી લાશ મળી

આ પણ વાંચો : Supreme Court/ તિસ્તા સેતલવાડ અને તેમના પતિ ગુજરાત પોલીસને નથી આપી રહ્યા સહયોગ, SC એ કહી આ વાત

આ પણ વાંચો : Mera Record/ 75 ઈલેક્ટ્રિક કાર, 2000 કિમીનો પ્રવાસ… મેરી માટી-મેરા દેશ કાર્યક્રમમાં ગુજરાત ભાજપે અદભૂત રેકોર્ડ બનાવ્યો