વલસાડની કોર્ટે છ વર્ષની બાળકી પર દુષ્કર્મના મામલે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. જેમાં નરાધમ આરોપીને કોર્ટે 20 વર્ષની સજા અને રૂપિયા બે લાખનો દંડ ફટકાર્યો છે. આમ 2018 માં બનેલી આ ઘટના ને ગંભીરતાથી લઈ કોર્ટે આરોપીને કડક સજા ફટકારી સમાજમાં એક દાખલો બેસાડવા પ્રયાસ કર્યો છે.
બનાવની વિગત મુજબ વર્ષ 2018માં વલસાડના મોગરાવાડી વિસ્તારમાં વહેલી સવારે પોતાના ઘરે માતા સાથે રહેતી છ વર્ષ એક બાળકી પોતાના ઘરે બાથરૂમમાં ગઈ હતી. એ વખતે જ આલોક મિશ્રા નામનો એક નરાધમ આરોપી બાળકીની સાથે બાથરૂમમાં ઘૂસી અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.જોકે બાળકી એ બૂમાબૂમ કરતા નજીકમાં જ રહેલી એક મહિલા એ આરોપીને ભાગતા જોઈ અને આરોપીનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો મામલો પોલીસ સ્ટેશન પહોંચતા આલોક મિશ્રા નામના આરોપી ની ધરપકડ કરી પોલીસ દ્વારા તપાસ સરું કરવામાં આવી હતી.
આ દરમિયાન આજે આ કેસમાં વલસાડ કોર્ટે ચુકાદો આપી વલસાડની કોર્ટે છ વર્ષની માસુમ પર દુષ્કરમાં આચરનાર આલોક મિશ્રા નામના આરોપીને 20 વર્ષની કડક સજા ફટકારી છે. ને સાથે જ બે લાખ રૂપિયા નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.અને જો આરોપી દંડ ન ભરે તો વધુ બે વર્ષની કડક સજા ફટકારાવાનો હુકમ કર્યો છે..દંડ વળતરરૂપે બાળકીને ચૂકવવા કોર્ટે હુકમ કર્યો છે. આમ વલસાડની કોર્ટે ફરી એક વખત નાના માસુમ બાળકો પર થતા જાતીય અત્યાચાર અને દુષ્કર્મ ના મામલાને ગંભીરતાથી લઈ આરોપીને સખત સજાકારી સમાજમાં આવા હેવાનોના મનમાં ડર પેદા કરવા પ્રયાસ કર્યો છે.
આ પણ વાંચો:Rajkot/રાજકોટના ખોડિયાર નગરમાં ગેસ ગળતરથી 100 જેટલા પરિવાર મુશ્કેલીમાં મુકાયા
આ પણ વાંચો:ગજબ/પ્લાસ્ટિકની સમસ્યાનું સોલ્યુશન શોધ્યું આ વિદ્યાર્થીનીએ, બનાવ્યું 6થી 7 મહિનામાં નાશ થતુ બાયોપ્લાસ્ટિક
આ પણ વાંચો:CM-Education/શિક્ષણ પ્રણાલિ મૂલ્ય આધારિત હોય તો જ જીવનને ઉચ્ચસ્તરે લઈ જાયઃ ભુપેન્દ્રભાઈ પટેલ