હવામાન વિભાગ/ કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી

રાજ્યમાં છૂટછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવાની શક્યતા છે.

Top Stories Gujarat
Untitled 18 6 કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી

રાજયભરમાં ગરમીનું એકહથ્થું રાજ છે. અને છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં ગરમીનું પ્રમાણ પણ વધી ગયું છે. ત્યારે અંગ દાઝડતી ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યમાં છૂટછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, 20 અને 21 એપ્રિલના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.

જો કે આ અંગે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પહેલા જ આગાહી કરી ચૂક્યા છે કે, રાજ્યમાં આ વર્ષે ચોમાસાની શરૂઆતમાં સારો વરસાદ થશે. ચોમાસાની શરૂઆતમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની શક્યતાઑ તેમણે જણાવી હતી. જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ આ સિઝનમાં વરસાદ સામાન્ય રહે તેવી આશા વ્યક્ત કરી છે.

તેની સાથે એપ્રિલ મહિનાથી હવામાનમાં પલટો આવશે જે 17 મે સુધી ચાલતું રહેશે. પ્રિ મોનસૂનની શરૂઆત 25 મે થી 8 જૂન વચ્ચે વરસાદ રહેશે. એવામાં બે દિવસ અગાઉ હવામાન વિભાગની આગાહી કરનારી પ્રાઇવેટ એજન્સી સ્કાયમેટ ચોમાસાને ખુશી સમાચાર આપી દીધા હતા. સ્કાયમેટની આગાહી મુજબ વર્ષ 2022 નું ચોમાસુ સામાન્ય રહેવાની શક્યતા રહેલી છે.

સુરત/ કોઈ ચહેરા ઉપર એસિડ ફેંકી દેશે તો તું શું કરીશ : પતિની પત્નીને ધમકી