Not Set/ રાજકોટની પરણિતા થઈ સોશિયલ મીડિયાની શિકાર,આરોપીની પોલીસે કરી ધરપકડ

150 ફૂટ રિંગ રોડ પર આસ્થા રેસિડેન્સી નજીક સોસાયટીમાં રહેતા એક મહિલાએ તેના જ પાડોશી રાકેશ ઉર્ફે મનોજભાઈ ભાલાણીએ તેના પત્નીના ફેસબુક એકાઉન્ટમાંથી સોસાયટીમાં રહેતી ત્રણેક મહિલાઓને બીભત્સ મેસેજ કરતા તેની સામે આઇટીએકટ હેઠળ સાયબર ક્રાઇમ સેલમાં ગુન્હો નોંધાયો છે.આ મામલે પોલીસે તેની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરી હતી. મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું […]

Gujarat Rajkot
Girl molestation રાજકોટની પરણિતા થઈ સોશિયલ મીડિયાની શિકાર,આરોપીની પોલીસે કરી ધરપકડ

150 ફૂટ રિંગ રોડ પર આસ્થા રેસિડેન્સી નજીક સોસાયટીમાં રહેતા એક મહિલાએ તેના જ પાડોશી રાકેશ ઉર્ફે મનોજભાઈ ભાલાણીએ તેના પત્નીના ફેસબુક એકાઉન્ટમાંથી સોસાયટીમાં રહેતી ત્રણેક મહિલાઓને બીભત્સ મેસેજ કરતા તેની સામે આઇટીએકટ હેઠળ સાયબર ક્રાઇમ સેલમાં ગુન્હો નોંધાયો છે.આ મામલે પોલીસે તેની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરી હતી.

મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,હું પરિવાર સાથે રહી ઘરકામ કર છું હું સોશીયલ મિડીયાની એપ વાપરુ છુ.મારૂ ફેસબુક એકાઉન્ટ આઇ.ડી વાપરુ છું.મારા પરીવારમાં અમો પતિ-પત્ની તથા અમારે એક પુત્રી છે. ગઇ તા.19/04/2020 ના રાત્રી ના હુ તથા મારા પતિ અમારા ઘરે હતા ત્યારે મારા પતિ રૂમમા ટી.વી જોતા હતા અને હુ અમારા બેડરૂમમાં મોબાઇલ લઇ ને બેઠી હતી ત્યારે આશરે રાત્રીના સમયે મારા ફેસબુક મેસેન્જરમાં માં મારા ફેસબુક રેખાબેન ભાલાણી તે એકાઉન્ટ માંથી સૌ પ્રથમ વિડીયો કોલ આવ્યો અને બાદમા તે એકાઉન્ટ માથી મને મેસેજીસ આવવા લાગેલ જેવા કે,હાઈ હેલ્લો અને બાજુમાં કોઈ છે જેથી મે તેને બાજુમાં કોઇ નથી તેમ જણાવતા તેમાંથી બીભત્સ ભાષામાં મેસેજીસ આવવા લાગ્યા હતા.

જેથી મે તમે કોણ છો એમ પુછતા તે સામાવાળા એકાઉન્ટમાંથી મેસેજ આવેલ કે હુ રાકેશ જેથી મે આ બાબતે મારા પતિ ને વાત કરેલ અને અમોએ તેને જવાબ આપેલ કે અમે સવારે પોલીસ ફરીયાદ કરીશુ જેથી તે એકાઉન્ટ માં થી મેસેજીસ આવતા બંધ થઇ ગયેલ અને સવારે આ બનાવ બાબતે અમને જાણવા મળેલ કે અમારી શેરી માં રહેતા અન્ય મહિલા ને પણ આ જ સમય આસપાસ આવા મેસેજીસ અથવા વિડીયો કોલ એ જ ફેસબુક એકાઉન્ટમાંથી આવેલ હોય જેથી અમો બધા અમારી શેરી માં જ રહેતા રાકેશભાઇ ભાલાણી તેમજ તેના પત્નીને વાત કરેલ કે તમે શા માટે અમને ખરાબ મેસેજીસ તથા વિડીયો કોલ કરો છો તો તે ઓ એ જણાવેલ કે અમે નથી કરેલ અમારુ ફેસબુક એકાઉન્ટ હેક થયેલ છે તેવી વાત કરતા અમોએ પોલીસ માં અરજી કરવાનું વિચારેલ અને કોવિડ -19 ના કારણે સંપુર્ણ લોકડાઉન હોય જેથી સાયબ2 ક્રાઇમ પોલીસ મથકે લેખિત અરજી ઓનલાઇન મોકલાવી હતી.

ત્યાં મેસેજ પરથી જાણવા મળ્યું કે આઇ.પી.લોગ માં મોબાઇલ નંબરની માહીતી આવી હોય અને જે નંબર રેખાબેન ભાલાણી ના પતિ મનોજભાઇ ના નામે જ રજીસ્ટર થયેલ હોય ની માહીતી અત્રે થી અમોને આપતા જાણવા મળેલ છે.આમ રાકેશ ઉર્ફે મનોજ કેશુભાઇ ભલાણી એ તેના પત્ની ના નામનું ફેસબુક એકાઉન્ટ છે તેના મેસેન્જર માંથી હેરાન પરેશાન કરતા હોવાનું માલુમ પડતા પોલીસે ફરિયાદ નોંધી હતી.

આ મામલે સાયબર ક્રાઇમના પીઆઇ વી.જે.ફર્નાન્ડિઝની રાહબરીમાં એએસઆઈ જે.કે.જાડેજા,એએસઆઈ એમ.એમ.ચાવડા,હરેશભાઈ ગોહેલ,દિપકભાઈ પંડિત સહિતના સ્ટાફે આરોપી રાકેશ ઉર્ફે મનોજભાઈ ભલાણીની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.