Not Set/ અમદાવાદ/ આર્થિક મંદીને કારણે દેવું થઇ જતા વેપારીએ કર્યો આપઘાત

એક તરફ કોરોનાના કારણે અનેક લોકોને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ કોરોના લોકડાઉનના કારણે મંદી અને ધંધામાં દેવું થઈ જતા એક વેપારીએ આત્મહત્યા કરવાના વારો આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારના ડી માર્ટ પાસે આવેલ સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા એમ્બ્રોડરીનો વ્યવસાય કરતા વેપારીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મયુર યાદવ નામના એમ્બ્રોઈડરીના […]

Ahmedabad Gujarat
a9998fde900ca80e12761508589cd724 અમદાવાદ/ આર્થિક મંદીને કારણે દેવું થઇ જતા વેપારીએ કર્યો આપઘાત
a9998fde900ca80e12761508589cd724 અમદાવાદ/ આર્થિક મંદીને કારણે દેવું થઇ જતા વેપારીએ કર્યો આપઘાત

એક તરફ કોરોનાના કારણે અનેક લોકોને જીવ ગુમાવાનો વારો આવ્યો છે. તો બીજી બાજુ કોરોના લોકડાઉનના કારણે મંદી અને ધંધામાં દેવું થઈ જતા એક વેપારીએ આત્મહત્યા કરવાના વારો આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારના ડી માર્ટ પાસે આવેલ સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા એમ્બ્રોડરીનો વ્યવસાય કરતા વેપારીએ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. મયુર યાદવ નામના એમ્બ્રોઈડરીના વેપારી યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. નિકોલ પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

આ મામલે મળતી માહિત અનુસાર, નિકોલ વિસ્તારના અભિલાષા ફ્લેટ પાસે આવેલી સહજાનંદ રેસિડેન્સીમાં રહેતા અને એમ્બ્રોડરીનો વ્યવસાય કરતા મયુરભાઇ મુકેશભાઇ યાદવ (ઉ.વ.35)એ ગઇકાલે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી હતી.

ઉલેખનીય છે કે, કોરોના લોકડાઉનને કારણે છેલ્લા બે મહિનાથી તમામ ધંધો વેપાર બંધ થઈ ગયો છે. જેને લીધે લોકોની આવક પર બ્રેક લાગી છે. આવકનું કોઈ સાધન ન રહેતા લોકો અસહાય બની ગયા છે. કોરોના લોકડાઉનમાં અનેક લોકો નાસીપાસ થઈને આત્મહત્યાનું પગલુ અપનાવી રહ્યાં છે. 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.