અમદાવાદ/ ઈન્ડિયા કોલોની વોર્ડમાં ગેસ લીકેજ બાદ ઘરમાં લાગી આગ, 3 વર્ષના બાળકનું મોત

અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં એક ઘરમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ વર્ષના બાળકનુ મોત નિપજ્યુ છે.   

Ahmedabad Gujarat
ઈન્ડિયા કોલોની

રાજ્યમાં અવાર-નવાર ગેસ લીકેજની ઘટનાઓ સામે આવી રહે છે. ત્યારે આવામાં વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં એક ઘરમાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. જેમાં ત્રણ વર્ષના બાળકનુ મોત નિપજ્યુ છે.

આ પણ વાંચો :ગાંધીધામના કાર્ગો પાસે ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના કરૂણ મોત

આ અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના ઈન્ડિયા કોલોની વોર્ડમાં સોનિયા સિરામિકની ચાલીના એક મકાનમાં આકસ્મિક ગેસ લીકેજની ઘટના બની હતી. જેમાં ત્રણ વર્ષના માસુમ બાળકનું મોત થયું છે.તે ઉપરાંત ગેસ લીકેજ થતાં આગ લાગી હોવાથી તેમાં મકાનની તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી. આ ઘટનામાં શહેરકોટડા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગ કેવી રીતે લાગી તે જાણવા માટે FSLની ટીમને પણ તપાસ માટે બોલાવાઈ છે.

પરિવારના મોભી સવારે દુધ લેવા ગયા હતા ત્યારે ઘરમાં ગેસ લીકેજને કારણે આગ ફાટી નીકળી હતી. તેમણે ઘરે આવીને જોયું તો તેમનો દીકરો જયવીરસિંહ મકવાણા ગંભીર રીતે આગની ઝપેટમાં આવ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યા તેનુ મોત નિપજ્યુ હોવાનુ તબીબોએ જણાવ્યુ હતું. આગને લીધે મકાનની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો :જામનગર ગયેલા જાનૈયાઓને નાક નડ્યું અને લગ્નમાં પડ્યો લોચો

અમદાવાદ ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. કંટ્રોલ રૂમમાં મેસેજ હતો કે ગેસનો બાટલો ફાટવાથી આગ લાગી હોવાનો મેસેજ હતો પરંતુ ત્યાં જઈ અને બે બાટલા સહી-સલામત હતા. આ સમગ્ર ઘટનામાં જયવીર સુરેશ મકવાણા (ઉં.વ, 3) નામના બાળકનું દાઝી જવાથી મોત થયું છે. ત્યારે તેના માતા જયાબેન અને પિતા સુરેશભાઈનો બચાવ થયો હતો.

ઉલ્લેખનીય છે કે, 3 દિવસ પહેલા અમરાઈવાડીના ભીલવાડાના શ્રીનાથ પાર્ક-1 ના ત્રીજા માળે પણ આગ લાગી હતી, જ્યાં ગેસ લીકેજથી આગ લાગતા એક કિશોર સહિત ત્રણ જણા ગંભીર રીતે દાઝી ગયા હતા.  તેમને 108 મારફતે એલ.જી હોસ્પિટલના બર્ન્સ વોર્ડમાં સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક કોર્પોરેટર જગદીશ રાઠોડે આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ તેમજ AMC તંત્રને જાણ કરી હતી.

આ પણ વાંચો :રાજકોટમાં બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટ્યો, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

આ પણ વાંચો :રાજકોટમાં લગ્નના દાંડિયારાસમાં વારરાજાનું માતાનું મોત, મંગળ ઘડી ફેરવાઇ અમંગળમાં

આ પણ વાંચો :ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ 20 માછીમારો આજે પહોંચશે માદરે વતન