Share Market Crash/ શેરબજારના રોકાણકારોએ પાંચ દિવસમાં લગભગ 16 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

ભારતીય શેરબજાર છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનથી નુકસાનમાં ટ્રેડ થઈ રહ્યું છે. 17 જાન્યુઆરીથી સેન્સેક્સમાં 3000 પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. જ્યારે રોકાણકારોને લગભગ 16 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે

Top Stories Business
bansuri 4 શેરબજારના રોકાણકારોએ પાંચ દિવસમાં લગભગ 16 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

સોમવાર, 24 જાન્યુઆરીએ સતત પાંચમા દિવસે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. આ પાંચ દિવસમાં માર્કેટ ખરાબ રીતે તૂટી ગયું છે. 17 જાન્યુઆરીથી સેન્સેક્સમાં પાંચ ટ્રેડિંગ દિવસોમાં 3000 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 50 940 પોઈન્ટ સુધી તૂટી ગયો છે. જો શેરબજારના સામાન્ય રોકાણકારોની વાત કરીએ તો આ દરમિયાન તેમના 16 લાખ કરોડ રૂપિયા સુધી ડૂબી ગયા છે. Paytm શેરની કિંમત અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ છે. તે જ સમયે, ઓનલાઈન ફૂડ પ્રોવાઈડર Zomatoના શેરની કિંમત 18 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે. ખાસ વાત એ છે કે આ બંનેનું લિસ્ટિંગ ગયા વર્ષે 2021માં માર્કેટમાં જોવા મળ્યું હતું.

પાંચ દિવસમાં શેરબજાર તૂટ્યું
છેલ્લા પાંચ દિવસમાં શેરબજારમાં જબરદસ્ત ઘટાડો જોવા મળ્યો છે. આજે પહેલી વાત કરીએ તો સેન્સેક્સ સવારે 11.10 વાગ્યે 630 પોઈન્ટના ઘટાડા સાથે 58406 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે આજે સેન્સેક્સ 58299 પોઈન્ટની સાથે સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. આ પાંચ ટ્રેડિંગ દિવસોમાં સેન્સેક્સમાં 3000 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે. બીજી તરફ નેશનલ સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સૂચકાંક નિફ્ટી 50 સવારે 11:10 વાગ્યે 225 પોઈન્ટના ઘટાડા સાથે 17392 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આ પાંચ દિવસમાં નિફ્ટી 940 પોઈન્ટ સુધી તૂટી ગયો છે.

રોકાણકારોના લગભગ 16 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા
શેરબજારના રોકાણકારોની ખોટ અને નફો BSE ના માર્કેટ કેપ સાથે જોડાયેલા છે. 17 જાન્યુઆરીએ બજાર બંધ થયું ત્યારે BSEનું માર્કેટ કેપ રૂ. 2,80,02,437.71 કરોડ હતું. જ્યારે આજે BSEનું માર્કેટ કેપ ઘટીને રૂ. 2,64,29,566.72 કરોડ થયું છે. મતલબ કે આ સમયગાળા દરમિયાન BSEના માર્કેટ કેપમાં લગભગ રૂ. 16 લાખ કરોડનો ઘટાડો થયો છે. મતલબ કે આ સમયગાળા દરમિયાન બજારના રોકાણકારોને ભારે નુકસાન થયું છે.

Paytm અને Zomotoમાં ઘટાડો
પહેલા Paytmની વાત કરીએ તો આજે તેમાં લગભગ 6 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે શેરની કિંમત 905.25 રૂપિયા પર આવી ગઈ છે. જ્યારે 903 રૂ. સાથે ઓલ ટાઈમ લો ટ્રેડ થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ પહેલેથી જ લિસ્ટિંગ કિંમતમાં 58 ટકાનો ઘટાડો જોયો છે. બીજી તરફ ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો લિમિટેડના શેરમાં 19 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેના કારણે શેરની કિંમત રૂ. 92.35 પર ટ્રેડ થઈ રહી છે. જ્યારે ટ્રેડિંગ સેશન દરમિયાન તે રૂ.91.70 સાથે ઓલ ટાઈમ લો પર ગયો છે.