Not Set/ ગાંધીનગર: બી.એસ.એફના જવાનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ગાંધીનગર આજે 72મા સ્વાતંત્ર્ય પર્વની બી.એસ.એફના જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બી.એસ.એફના ડી.આઈ.જી. જે.એસ એન.ડી.પ્રસાદ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપી પરેડ યોજવામાં આવી હતી અને રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડી.આઈ.જી. એ જવાનોના કાર્યો અને પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને જે જવાબદારી સોંપાઈ છે તે ખુબ જ […]

Top Stories Gujarat Trending
dfg 14 ગાંધીનગર: બી.એસ.એફના જવાનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

ગાંધીનગર

આજે 72મા સ્વાતંત્ર્ય પર્વની બી.એસ.એફના જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. બી.એસ.એફના ડી.આઈ.જી. જે.એસ એન.ડી.પ્રસાદ દ્વારા ધ્વજ ફરકાવી સલામી આપી પરેડ યોજવામાં આવી હતી અને રાષ્ટ્રીય ગીત સાથે ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.

dfg 13 ગાંધીનગર: બી.એસ.એફના જવાનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

આ પ્રસંગે ડી.આઈ.જી. એ જવાનોના કાર્યો અને પ્રવૃત્તિઓ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, અમને જે જવાબદારી સોંપાઈ છે તે ખુબ જ અગત્યની અને સંવેદનશીલ છે. dfg 15 ગાંધીનગર: બી.એસ.એફના જવાનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

સરહદ પર જે કોઈ પણ ઘટના બને તે માટે અમને જવાબદાર માનવામાં આવે છે. આથી અમારે સતત સતર્ક રહેવું જરૂરી છે. હવામાન અને ભૌગોલિક સ્થિતિ પણ એક પડકાર છે, સાથે જ તેમણે ક્રોસ બોર્ડરની પરિસ્થિતિ વિશે વાત કરી હતી.

dfg 16 ગાંધીનગર: બી.એસ.એફના જવાનો દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

જેમાં તેમણે જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીરમાં આનો જેટલો પ્રભાવ છે એટલો અહી નથી. પરંતુ મારા જવાનો સતત સાવચેત છે અને ગમે તેવા ખરાબ સંજોગોનો સામનો કરવા સક્ષમ છે.