Worlds Richest Person/ હવે વિશ્વના સૈાથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક નહી પણ આ બિઝનેસ મેન બન્યા સૈાથી અમીર ,ગૈાતમ અદાણી ત્રીજા સ્થાન પર

એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણાતા એલોન મસ્ક હવે ટોપ-10 અબજપતિઓની યાદીમાં બીજા સ્થાને આવી ગયા છે.

Top Stories Business
9 12 હવે વિશ્વના સૈાથી ધનિક વ્યક્તિ એલોન મસ્ક નહી પણ આ બિઝનેસ મેન બન્યા સૈાથી અમીર ,ગૈાતમ અદાણી ત્રીજા સ્થાન પર

એક સમયે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ ગણાતા એલોન મસ્ક હવે ટોપ-10 અબજપતિઓની યાદીમાં બીજા સ્થાને આવી ગયા છે. ફોર્બ્સ અનુસાર બર્નાર્ડ આર્નોલ્ટ એલોન મસ્કનું સ્થાન લઈ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. બર્નાર્ડ આર્નોલ્ટ હવે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. આ યાદીમાં ત્રીજા નંબરે એશિયા અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણી છે. ફોર્બ્સ અનુસાર, વિશ્વના અગ્રણી લક્ઝરી પ્રોડક્ટ ગ્રૂપ લૂઈસ વીટન મોએટ હેનેસીના સીઈઓ બર્નાર્ડ આર્નોલ્ટની કુલ સંપત્તિ $188.5 બિલિયન છે. જ્યારે 51 વર્ષીય એલોન મસ્કની સંપત્તિ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં 100 અબજ ડોલરથી વધુ ઘટીને 177.7 અબજ ડોલર થઈ ગઈ છે. ફોર્બ્સ અનુસાર, બર્નાર્ડ આર્નોલ્ટ લગભગ 70 ફેશન અને બ્યુટી બ્રાન્ડ્સના LVMH સામ્રાજ્યની દેખરેખ રાખે છે, જેમાં લૂઈસ વિટન અને સેફોરાનો સમાવેશ થાય છે. યાદીમાં ભારતના બે લોકો છે ટેસ્લા અને સ્પેસ-એક્સના માલિક એલોન મસ્કે આ વર્ષે એપ્રિલમાં ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું હતું.

મસ્કએ મહિનાઓ સુધી ટ્વિટર ડીલમાંથી પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે નિષ્ફળ રહ્યા. ફોર્બ્સની રીઅલ-ટાઇમ અબજોપતિઓની યાદી અનુસાર, બે ભારતીયોએ વિશ્વના ટોચના દસ સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. જ્યારે ગૌતમ અદાણી ત્રીજા સ્થાને છે, જયારે  મુકેશ અંબાણી જેમની વર્તમાન સંપત્તિ $92.5 બિલિયન છે, તે યાદીમાં આઠમા સ્થાને છે. એશિયાના સૌથી અમીર વ્યક્તિ ગૌતમ અદાણી પાસે કુલ 134 બિલિયન ડોલરની સંપત્તિ છે.

આ યાદીમાં છ લોકો અમેરિકાના છે જ્યારે એક-એક ફ્રાન્સ અને મેક્સિકોના છે. એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ આ યાદીમાં ચોથા નંબરે છે. તેમની કુલ સંપત્તિ વધીને $116.17 બિલિયન થઈ ગઈ છે. અનુભવી રોકાણકાર વોરેન બફે $ 108.5 બિલિયનની સંપત્તિ સાથે આ યાદીમાં પાંચમા નંબરે છે. બિલ ગેટ્સ 107.4 અબજ ડોલરની સંપત્તિ સાથે છઠ્ઠા સ્થાને છે. લેરી એલિસન $105.7 બિલિયન સાથે સાતમા નંબરે છે. જ્યારે કાર્લોસ સ્લિમ હેલુ $81.8 બિલિયનની નેટવર્થ સાથે નવમા સ્થાને છે. સ્ટીવ બાલ્મર આ યાદીમાં 10મા નંબર પર છે.