ઘટાડો/ કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી, જાણો કેટલો કર્યો ઘટાડો

રાજ્રય સરકારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ પર વેટ ઘટાડવાની મોટી જાહેરાત કરી છે,વેટમાં 7 રુપિયા સુધીનો કર્યો ઘટાડો,

Top Stories Gujarat
pump કેન્દ્ર સરકાર બાદ હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડવાની જાહેરાત કરી, જાણો કેટલો કર્યો ઘટાડો

દિવાળીના એક દિવસ પહેલા કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની મોટી જાહેરાત કરી છે ,પ્રજા માટે રાહતના સમાચાર છે. સરકારે પ્રજાને દિવાળીની ભેટ આપી છે. કેન્દ્ર સરકારે પેટ્રોલમાં 5 અને ડીઝલમાં 10 રુપિયાનો ઘટાડો કરવાની મોટી જાહેરાત કરી છે.હવે રાજ્ય સરકારે પણ પેટ્રોલ ડીઝલના ભાવ પર વેટ ઘટાડવાની જાહેરાત કરતાં  હવે પેટ્રોલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળશે, રાજ્ય સરકારે 7 રૂપિયાના વેટનો કર્યો ઘટાડો,જેનાથી પેટ્રોલ-ડીઝલ રાજ્યમાં વધુ સસ્તું થશે

કેન્દ્ર સરકારે વધતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરીને પ્રજાને લાભ આપ્યો છે. સરકારે એક્સાઇઝ ડયુટીમાં કર્યો ઘટાડો જેના લીધે પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.સરકારેભાવ ઘટાડતાની સાથે રાજ્ય સરકારે પણ ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે જેના લીધે રાજ્યમાં પેટ્રોલ સસ્તું મળશે.

કેન્દ્ર સરકાર પછી, ઘણા ભાજપ શાસિત રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના વેલ્યુ એડેડ ટેક્સ (વેટ)માં પ્રતિ લિટર 7 રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. જ્યારે આસામ, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક અને ગોવાની સરકારોએ પ્રતિ લિટર 7 રૂપિયા સુધી વેટ ઘટાડવાની જાહેરાત કરી હતી, જ્યારે ઉત્તરાખંડે પ્રતિ લિટર 2 રૂપિયાની રાહત આપી છે. કેન્દ્ર અને રાજ્યો દ્વારા કરવેરા કાપ ઉમેરવાથી, આસામ, ત્રિપુરા, મણિપુર, કર્ણાટક અને ગોવામાં પેટ્રોલના ભાવમાં દિવાળીના દિવસથી 12 રૂપિયા અને ડીઝલના ભાવમાં 17 રૂપિયાનો ઘટાડો થશે. તે જ સમયે, ઉત્તરાખંડમાં પેટ્રોલ 7 રૂપિયા અને ડીઝલ 12 રૂપિયા સસ્તું થયું છે.ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારની જાહેરાત બાદ બિહારે પણ ટેક્ષ ઘટાડવાની જાહેરાત કરી છે. હવે ગુજરાતે પણ ઘટાડો કરવાની જાહેરાત કરી છે.