Not Set/ વડોદરાઃ 11 વર્ષે વીજ કરંટથી ગુમાવ્યા હતા હાથ-પગ, છતાં ધો-10માં 98.53 PR

વડોદરાઃ વડોદરા શહેરના વિદ્યાર્થી શિવમે 11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગ્યા બાદ બંને હાથ-પગ ગુમાવી દીધા હતા. તેમ છતાં આ વિદ્યાર્થીએ પોતાની લગન અને મહેનતથી ધો-10ની પરીક્ષામાં 98.53 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. એટલું જ નહીં શિવમે ધો-10ની રાઇટરની મદદ વિના હાથમાં પહેરેલા મોજામાં પેન ભરાવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી હતી. શિવમે જણાવ્યું કે, હું […]

Top Stories Gujarat Vadodara Trending
Vadodara: At the age of 11, the hand-foot was lost by electric currents, though it was found in Std-10 98.53 PR

વડોદરાઃ વડોદરા શહેરના વિદ્યાર્થી શિવમે 11 વર્ષની ઉંમરે વીજ કરંટ લાગ્યા બાદ બંને હાથ-પગ ગુમાવી દીધા હતા. તેમ છતાં આ વિદ્યાર્થીએ પોતાની લગન અને મહેનતથી ધો-10ની પરીક્ષામાં 98.53 પર્સેન્ટાઇલ મેળવ્યા છે. એટલું જ નહીં શિવમે ધો-10ની રાઇટરની મદદ વિના હાથમાં પહેરેલા મોજામાં પેન ભરાવીને ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષા આપી હતી. શિવમે જણાવ્યું કે, હું મારા પરિણામથી ખૂબ જ ખુશ છુ. ભલે મારા હાથ-પગ નથી. પરંતુ, હું ડોક્ટર બનીને મારા માતા-પિતાનું સપનું સાકાર કરીશ.

Shivam Solanki vadodara2 વડોદરાઃ 11 વર્ષે વીજ કરંટથી ગુમાવ્યા હતા હાથ-પગ, છતાં ધો-10માં 98.53 PR

વડોદરા શહેરના બરાનપુરા વિસ્તારમાં આવેલા વિજયનગરમાં રહેરા મુકેશભાઈ સોલંકી પોતાના પરિવાર સાથે રહે છે. મુકેશભાઈનો પુત્ર શિવમ 11 વર્ષનો હતો ત્યારે ઉત્તરાયણના દિવસોમાં પતંગ પકડવા જતા સમયે તેને વીજ કરંટ લાગ્યો હતો. આ વીજ કરંટ લાગવાની ઘટનાના કારણે શિવમ પોતાના બંને હાથ-પગ ગુમાવી બેઠો હતો. પતંગની જેમ જ ઉંચે આસમાનમાં ઉડવાની ઇચ્છા ધરાવનાર શિવમે બંને હાથ-પગ ગુમાવી દેતા તેની જિંદગીમાં જોરદાર વળાંક આવી ગયો હતો.

Shivam Solanki vadodara1 વડોદરાઃ 11 વર્ષે વીજ કરંટથી ગુમાવ્યા હતા હાથ-પગ, છતાં ધો-10માં 98.53 PR

શિવમ સાથે બનેલી આ અણધારી ઘટનાનો તેના માતા-પિતાની પાસે સ્વિકાર્યા વિના બીજો કોઈ વિકલ્પ જ બચ્યો ન હતો. શિવમના પિતા મુકેશભાઇ સોલંકી નોકરી કરતા હોવાથી શિવમને સંભાળવાની તમામ જવાબદારી તેની માતા હંસાબહેને ઉપાડી લીધી હતી. પોતાના બંને હાથ-પગ ગુમાવી દીધા બાદ નાસીપાસ થયેલા પોતાના પુત્ર શિવમને હંમેશા પ્રેરણા અને હિંમત પૂરી પાડતાં રહ્યાં હતાં.
એટલું જ નહીં, પુત્ર શિવમને કપાઇ ગયેલા હાથમાં મોજા પહેરાવીને તેમાં પેન ફસાવીને લખવાની પ્રેકટીસ શરૂ કરાવી હતી. માતા હંસાબહેનની આ પ્રેકટીસના કારણે શિવમ ઉમંગ અને ઉત્સાહ સાથે શિવમને ધોરણ-૧૦ની પરીક્ષા માટે માનસિક રીતે તૈયાર કર્યો હતો.

Shivam Solanki vadodara વડોદરાઃ 11 વર્ષે વીજ કરંટથી ગુમાવ્યા હતા હાથ-પગ, છતાં ધો-10માં 98.53 PR

માતાની આ મહેનતના કારણે શિવમે ધોરણ-૧૦ની પરીક્ષા આપી હતી. અને હવે શિવમે ધો-૧૦ની પરીક્ષાના આજે જાહેર થયેલા પરિણામમાં 98.53 પર્સેન્ટાઇલ મેળવીને પોતાની સાથે પોતાના પરિવારનું નામ પણ રોશન કર્યુ છે. શિવમની જ્વલંત સિદ્ધિના કારણે તેના પરિવારમાં આજે ખુશીનું મોજુ ફરી વળ્યુ છે.