Bharuch/ ભરૂચની એમિક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતા હોબાળો

આરટીઆઈના વિદ્યાર્થીઓને પંખા જ્યારે અન્યોને એસી

Gujarat Top Stories
Beginners guide to 2024 05 10T190946.095 ભરૂચની એમિક્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરાતા હોબાળો

Gujarat News : સરકાર આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ) હેઠળ એડમિશન આપે છે કારણકે ગરીબ વિદ્યાર્થીઓ પણ પ્રાઈવેટ સ્કૂલમાં અભ્યાસ કરી શકે. જોકે રાજ્યની કેટલીક શાળાઓમાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ રખાતો હોવાની ફરિયાદો ઉઠી છે.

જેમાં ભરૂચની એમિક્સ ઈન્ટરનેશનલ સ્કૂલમાં આરટીઈ હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓની પણ આવી જ ફરિયાદ સામે આવી છે.

શાળાના ક્લાસરૂમ એસી હોવાથી આરટીઈ હેઠળ એડમિશન મેળવનારા 31 વિદ્યાર્થીઓને અલગ રૂમમાં બેસાડાતા વાલીઓએ હોબાળો મચાવ્યો ચે. વાલીઓએ રજૂઆત કરતા શાળાના સંચાલકોએ કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટો ચુકાદો છે કે એસી ની સુવિધા જોઈતી હોય તો વાલીઓ અલગ ફી ચુકવવી પડશે. આ મામલો ડીઈઓ સમે પહોંચતા તેમણે શાલા સંચાલકને કાયદાની સમજ આપવી પડી હતી.

આ અંગે માહિતી આપતા એક વાલીએ કહ્યું હતું કે આરટીઆઈ હેઠળ એડમિશન લેનારા બાળકોને શાળામાં અલગ ક્સાલમાં બેસાડાય છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને એસીવાળા કલાસમાં બેસાડાય છે. આ ભેદભાવને કારણે બાળકોની માનસિકતા ઉપર અસર પહોંચી રહી છે. જો વાલીઓ ખાનગી શાળાનો ખર્ચ ઉઠાવી શકતા હોત તો શુ કામ આરટીઈ હેઠળ પ્રવેશ મેળવે ?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે…