આત્મઘાતી હુમલો/ પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલો થતાં 3 નાં મોત 20 ઘાયલ

બલુચિસ્તાન પ્રાંતમાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરે તેની બાઇક ચેકપોસ્ટ પર કાયદા અમલીકરણ એજન્સીના વાહનમાં ઘુસાડી દીધી હતી,

Top Stories World
આત્મઘાતી

પાકિસ્તાનના ક્વેટા આજે સવારે આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટથી હચમચી ગયું હતું. તહેરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) એ પાકિસ્તાનના ક્વેટામાં આત્મઘાતી હુમલાની જવાબદારી સ્વીકારી છે, જેમાં ત્રણના મોત અને 20 ઘાયલ થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે મોટરસાઇકલ પર આવેલા હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો.

એસોસિયેટ પ્રેસના જણાવ્યા અનુસાર, વિસ્ફોટ ક્વેટામાં એક ચેક પોસ્ટ પર થયો હતો. ઉલ્લેખનીય છે  કે તે માત્ર બલુચિસ્તાન પ્રાંતમાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે આત્મઘાતી બોમ્બરે તેની બાઇક ચેકપોસ્ટ પર કાયદા અમલીકરણ એજન્સીના વાહનમાં ઘુસાડી દીધી હતી, ત્યારબાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં અર્ધલશ્કરી દળના ત્રણ રક્ષકોના મોત થયા છે.

ઇમરાન ખાને આ આતંકી હુમલાની નિંદા કરી છે. ઇમરાન ખાને ટ્વિટ કર્યું, અમે ક્વેટામાં ચેકપોસ્ટ પર ટીટીપી આત્મઘાતી હુમલાની નિંદા કરીએ છીએ. મારી સંવેદના શહીદોના પરિવારજનો સાથે છે અને અમે ઘાયલોની સ્વસ્થતા માટે પ્રાર્થના કરીએ છીએ. અમે અમારા સુરક્ષા દળો અને તેમના બલિદાનને સલામ કરીએ છીએ, જેઓ આતંકવાદીઓથી આપણું રક્ષણ કરે છે.નોંધનીય છે કે પાકિસ્તાનમાં છેલ્લા બે મહિનામાં આત્મઘાતી હુમલાઓ થતાં રહ્યા છે આ પહેલા ચીનના નાગરિકોને લઇ જતી બસમાં વિસ્ફોટ થતાં નવ ચીની લોકો મોત થઇ ગયા હતા અને બીજા એક આત્મઘાતી હુમલામાં બે બાળકોના મોત નિપજ્યા હતા , પાકિસ્તાને આતંકવાદીઓને જે રીતે પનાહ આપી છે હવે તે પરિણામ હાલ ભોગવી રહ્યું છે. આવનાર સમયમાં આતંકવાદી હુમલા ત્યાં વધી શકે છે.

મોટું નિવેદન / ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ ખેડૂતો માટે શું કહ્યું જાણો…

તાલિબાનનો ચુકાદો / મહિલાઓએ માત્ર બુરખા પહેરીને અભ્યાસ કે નોકરી કરી શકશે

અફઘાનિસ્તાન / કાબુલ વિરોધ દરમિયાન તાલિબાને અફઘાન મહિલા કાર્યકર્તાને માર માર્યો

Afghanistan / તાલિબાનના આમંત્રણ પર કાબુલ પહોંચ્યા ISI ચીફ ફૈઝ હમીદ, ભારત માટે ખતરાની ઘંટી!