Not Set/ જમ્મુ-કાશ્મીર/ વધુ બે નજરકેદ નેતાઓ સજ્જાદ લોન-વાહિદ પરાને કરાયા મુક્ત

ભારતની કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનું સ્પેશીયલ સ્ટેટસ નાબુદ કરી કલમ 370 અને 35A હટાવા સમયે શાંતિ અને સુરક્ષાની સ્થિતિ જાળવી રાખવાનાં ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વાર કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી સહિતનાં અનેક દિગ્ગજ નેતાઓને નજર કેદમાં રાખવામાં આવ્યા હતા. સરકાર દ્વારા પૂર્વે પણ ઘણા નેતાઓને નજરકેદમાંથી મુક્તિ આપી દેવામાં આવી હતી, તો આજે બુધવાર, 5 ફેબ્રુઆરીએ ફરી […]

Top Stories India
jk neta mukat જમ્મુ-કાશ્મીર/ વધુ બે નજરકેદ નેતાઓ સજ્જાદ લોન-વાહિદ પરાને કરાયા મુક્ત

ભારતની કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરનું સ્પેશીયલ સ્ટેટસ નાબુદ કરી કલમ 370 અને 35A હટાવા સમયે શાંતિ અને સુરક્ષાની સ્થિતિ જાળવી રાખવાનાં ઉદ્દેશથી કેન્દ્ર સરકાર દ્વાર કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રી સહિતનાં અનેક દિગ્ગજ નેતાઓને નજર કેદમાં રાખવામાં આવ્યા હતા. સરકાર દ્વારા પૂર્વે પણ ઘણા નેતાઓને નજરકેદમાંથી મુક્તિ આપી દેવામાં આવી હતી, તો આજે બુધવાર, 5 ફેબ્રુઆરીએ ફરી બે નેતાઓને કેન્દ્ર સરકાર દ્વાર મુક્ત કરવામાં આવ્યા છે.

જી હા જમ્મુ-કાશ્મીરની પીપલ્સ કોન્ફરન્સ પાર્ટી એટલે કે પીડીપીનાં નેતા સજ્જાદ લોન અને વાહિદ પરાને અટકાયતથી મુક્ત કરવામાં આવ્યા છે. આપને જણાવી દઇએ કે આ તમામ નેતાઓને ગયા વર્ષે 5 ઓગસ્ટ, 2019 ના રોજ કલમ 370 નાબૂદ થયા પછી અટકાયતમાં લેવામાં આવ્યા હતા.

જમ્મુ અને કાશ્મીર પ્રશાસન દ્વારા ગત 18 જાન્યુઆરીએ  4 રાજકીય નેતાઓને નજરકેદમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમાં NCAનાં નાઝિર ગુરૈઝિ, PDP ના અશદુલ હક ખાન, PC(પીપલ્સ કોન્ફરન્સ) ના મોહમ્મદ અબ્બાસ વાની અને કોંગ્રેસના અશદુલ રશીદ નો સમાવેશ થાય હતો.

આપને એ પણ જણાવી દઇએ કે, પહેલા પણ ગુરુવારે, 16 જાન્યુઆરીએ 4 નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા નેતાઓમાં સલમાન સાગર, શૌકત ગનાઈ, રાષ્ટ્રીય પરિષદના અલ્તાફ કલ્લુ અને પીડીપીના નિઝામુદ્દી ભટ અને મુક્તિઅર બાબા શામેલ છે. તો આ અગાઉ 30 ડિસેમ્બરે પણ 5 રાજકીય નેતાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. આ 5 નેતાઓ નેશનલ કોન્ફરન્સ અને પીડીપીના હતા, જેમને નિવારક કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો ડો. ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી હજી પણ નજરકેદ હેઠળ છે. ત્યારેેે હવે લોકોમાં તે પણ સવાલો ઉઠી રહ્યા છે કે, આ નેતાઓનો છુટકારો ક્યારે ? ડો. ફારુક અબ્દુલા હાલ જમ્મુ-કાશ્મીરનાં સાંસદ પણ છે અને જ્યારે સંસદનું બજેટસત્ર ચાલી રહ્યું છે ત્યારે સૌ કોઇની નજર અબ્દુલ્લા પર છે કે, તેમને સરકાર દ્વારા મુક્તિ આપવામાં આવશે કે કેમ ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.