Breaking News/ અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓ ઝડપાયા, ગુજરાતમાં એલર્ટ

ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓને ઝડપી પડ્યા છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકવાદીઓને ઝડપી પડ્યા છે. આ ચારેય આતંકીઓ શ્રીલંકાની વાતની હોવાની માહિતી મળી છે. બાતમીના આધારે આતંકીઓને ઝડપી પડ્યા છે.જાણવા મળી રહ્યું છે કે, આ આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા છે. થોડીવારમાં ATS પ્રેસ કોન્ફરન્સ કરશે. હાલમાં ગુજરાત ATSએ ચાર આતંકવાદીઓને અજાણ્યા સ્થળે લઈ જઈને પુછ પરછ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ATSએ ચાર આતંકીઓની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. ઝડપાયેલા ચારમાંથી બે આઇએસ અને બે શ્રીલંકન હોવાનું સામે આવી રહ્યું છે. આ ચારેય આતંકીઓ કોઇ ઘટનાને અંજામ આપે તે પહેલા જ ATSની ટીમે તેમને એરપોર્ટ પરથી ઝડપી પૂછપરછ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્રીય એજન્સી લાંબા સમયથી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોના અને અન્ય સામાનની દાણચોરી પર નજર રાખી રહી હતી, ત્યારબાદ કેન્દ્રીય એજન્સીએ ગુજરાત ATS સાથે કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. આ પછી, ગુજરાતી ATSની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચ રાખી રહી હતી, ત્યારે એક સાખમાન વ્યક્તિ તેમની નજરમાં આવ્યો અને તેને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરી.

જણાવી દઈએ કે, જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તે વ્યક્તિ આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતો તે મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો તેમ જ ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેદારનાથમાં હાર્ટએટેક કારણે આણંદની પરિણીતાનું મોત

આ પણ વાંચો: જામજોધપુર તાલુકા ના વીરપર ગામમાં ગઢવી સમાજના બે જૂથ વચ્ચે ધાર્મિક પ્રસંગ દરમિયાન અથડામણ

આ પણ વાંચો: જેની રાહ જોવાતી હતી તે ક્ષણ હવે આવી, વંદે ભારત આ માર્ગ પર કરશે કમાલ