Not Set/ ઈરાન-યુએસએ તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટની નજીક પ્લેન ક્રેશ, 180 યાત્રીઓ હતા સવાર

ઈરાનનાં તેહરાન નજીક એક વિમાન ક્રેસ થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. અહીં યુક્રેનનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં કુલ 180 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. જો કે, આ દુર્ઘટનાનાં કારણો વિશે હજી સુધી કંઇ જાણવા મળ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે દુર્ઘટનાં પાછળનું કારણ ટેકનીકલ ખામી હોઈ શકે છે. અકસ્માત ઇમામ […]

Top Stories World
RTS2AKM0 ઈરાન-યુએસએ તણાવ વચ્ચે તેહરાન એરપોર્ટની નજીક પ્લેન ક્રેશ, 180 યાત્રીઓ હતા સવાર

ઈરાનનાં તેહરાન નજીક એક વિમાન ક્રેસ થયુ હોવાનુ સામે આવી રહ્યુ છે. અહીં યુક્રેનનું વિમાન ક્રેશ થયું છે. વિમાનમાં કુલ 180 મુસાફરો અને ક્રૂ સભ્યો સવાર હતા. જો કે, આ દુર્ઘટનાનાં કારણો વિશે હજી સુધી કંઇ જાણવા મળ્યું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે દુર્ઘટનાં પાછળનું કારણ ટેકનીકલ ખામી હોઈ શકે છે. અકસ્માત ઇમામ ખોમેનઈ એરપોર્ટ નજીક બન્યો હતો.

ઈરાનના સ્થાનિક મીડિયા અનુસાર વિમાન બોઇંગ 737-800 હતું. જે બુધવારે સવારે ટેકઓફ થયા બાદ તુરંત જ ક્રેશ થયું હતું. ફ્લાયટ્રાડાર ફ્લાઇટ ટ્રેકરનાં જણાવ્યા મુજબ, યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇનની ફ્લાઇટ 752 ને સ્થાનિક સમય મુજબ સવારે 5.15 વાગ્યે ઉડવાની હતી. વિમાન યુક્રેનની રાજધાની કીવ નાં બોર્યસ્પિલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરફ જઈ રહ્યું હતું.

મળતી માહિતી મુજબ વિમાનનો ફ્લાઇટનો સમય એક કલાક મોડો પડ્યો હતો. જે પછી તે સવારે 6.12 વાગ્યે ટેકઓફ થઇ હતી. ઈરાનની આઈએસએનએ ન્યૂઝ એજન્સીએ એક વીડિયો ટ્વીટ કર્યો છે. જેમાં વિમાન ઝડપથી નીચે આવતા જોવા મળી રહ્યું છે. જે પછી તેમાં મોટો વિસ્ફોટ થયો હતો.

અકસ્માત બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અગાઉ સુડાનમાં આર્મીનાં વિમાનને પણ અકસ્માતનો ભોગ બનવું પડ્યું હતું. આ અકસ્માતમાં 18 લોકોનાં મોત નીપજ્યાં હતાં. સેનાએ આ માહિતી આપી. સુડાનની સેનાનાં પ્રવક્તા આમેર મોહમ્મદ અલ-હસને ગુરુવારે સાંજે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, એન્ટોનોવ 12 વિમાન ‘અલ જેનિના એરપોર્ટથી ઉડાનના પાંચ મિનિટ પછી’ ક્રેશ થયું હતું. વળી, કઝાકિસ્તાનમાં વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. આ વિનાશક અકસ્માતમાં 15 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ વિમાનમાં 95 મુસાફરો અને ક્રૂ નાં 5 સભ્યો હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.