Gnanodaya Express Project/ જ્ઞાનોદય એક્સપ્રેસ પ્રોજેક્ટ: જમ્મુ-કાશ્મીરની 500 છોકરીઓને મુંબઈની એક હોટલમાં ભયાનક અનુભવ થયો

Gnanodaya Express Project હેઠળ વિદ્યાર્થીઓએ મુંબઈની ગોરેગાંવ હોટલની મુલાકાત લીધી. આ હોટલના રૂમો વધુ દુર્ગંધવાળા હતા તેમજ સ્ટાફ પણ દુર્વ્યવહાર કરતો હતો. આ મામલે ઉચ્ચકક્ષાએ ફરિયાદ દાખલ કરવામાં આવી.

Top Stories India
મનીષ સોલંકી 2023 11 30T161058.418 જ્ઞાનોદય એક્સપ્રેસ પ્રોજેક્ટ: જમ્મુ-કાશ્મીરની 500 છોકરીઓને મુંબઈની એક હોટલમાં ભયાનક અનુભવ થયો

મુંબઈ : ‘હોટેલના રૂમો ગંદા અને દુર્ગંધવાળા હતા. વ્યવસ્થાના નામે વધુ અરાજકતા ભર્યો માહોલ હતો જેમાં તેઓ પોતાને અસુરક્ષિત અનુભવતા હતા. હોટેલના કર્મચારીઓના સાથેના અનુભવ પણ બહુ ખરાબ રહ્યો. કર્મચારીઓના ફોનમાં નગ્ન મહિલાઓના ફોટો જોઈ તેઓ હચમચી ગયા. હોટેલનું વાતાવરણ તેમને ભેદી અને ભયાનક લાગ્યું.’આ અનુભવ માત્ર એક છોકરીને નહી પરંતુ 500 છોકરીઓને થયો છે. આ 500 છોકરીઓ જમ્મુ અને કાશ્મીરની છે જેઓએ મુંબઈ ગોરેગાંવની એક હોટલમાં રોકાયા હતા. Gnanodaya Express Project હેઠળ વિદ્યાર્થીઓએ મુંબઈની ગોરેગાંવ હોટલની મુલાકાત લીધી.

જ્ઞાનોદય એક્સપ્રેસ પ્રોજેક્ટ (Gnanodaya Express Project) હેઠળ 800 વિદ્યાર્થીઓ વિવિધ સ્થળોની મુલાકાત કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ 800 વિદ્યાર્થીઓ 19 નવેમ્બરે જમ્મુના કટરાથી નીકળી પાંચ દિવસ બાદ મુંબઈ પંહોચ્યા હતા. જેમાંથી જમ્મુ-કાશ્મીરની કોલેજોની લગભગ 500 છોકરીઓએ આ પ્રોજેક્ટ હેઠળ ગોરેગાંવની રોયલ પામ્સ હોટેલમાં રોકાણ કર્યું હતું. જો કે અન્ય વિદ્યાર્થીઓને સાકી નાકાની હોટલમાં રૂમ આપવામાં આવ્યા હતા. જ્યારે પ્રોજેક્ટ હેઠળ પ્રવાસ કરી રહેલ તમામ 800 વિદ્યાર્થીઓના રાત્રિ ભોજનની વ્યવસ્થા રોયલ પામ્સમાં કરવામાં આવી હોવાનું પ્રો. રાજેશ સિંઘે જણાવ્યું હતું. પ્રોફેસર રાજેશ સિંઘ જ્ઞાનોદય એક્સપ્રેસ પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓ સાથે મુસાફરી કરી રહ્યા હતા.

9675272603 caf99e45f1 b જ્ઞાનોદય એક્સપ્રેસ પ્રોજેક્ટ: જમ્મુ-કાશ્મીરની 500 છોકરીઓને મુંબઈની એક હોટલમાં ભયાનક અનુભવ થયો

પ્રો.સિંઘે જણાવ્યું કે Gnanodaya Express Project હેઠળ તેમની 500 વિદ્યાર્થીઓને હોટેલ રોકાણનો બહુ ખરાબ અનુભવ થયો. જેના કારણે તેઓ રૂમમાં જતા પણ ડર અનુભવતા હતા. દિલ્હી અને અમદાવાદમાં હોટેલ રોકાણના ખરાબ અનુભવો બાદ મુંબઈમાં તેમણે શહેરી વિસ્તારની હોટલમાં રોકાણ કરવાનું પસંદ કર્યું હતું. ખાસ કરીને ગોરેગાંવ જેવા વિસ્તારને પસંદ કરતા રોયલ પામ્સમાં રોકાણ કર્યું પરંતુ ત્યાંના રૂમો વધુ દુર્ગંધવાળા હતા. વિદ્યાર્થીઓએ જ્યારે રોયલ પામ્સ વિશે ઓનલાઈન સર્ચ કર્યું ત્યારે હાઈપ્રોફાઈલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયાનું જાણ થતા ગભરાઈ ગયા હતા. તેમજ રોયલ પામ્સમાં 800 વિદ્યાર્થીઓનું રાત્રિ ભોજન નક્કી કરવામાં આવ્યું હતું જ્યારે ટેબલ વ્યવસ્થા માત્ર 100ની હતી. તેમજ રાત્રિભોજન વખતે 20 થી 25 મિનિટ સુધી લાઈટ બંધ થઈ ગઈ હોવા છતાં કોઈ તાત્કાલિક સુવિધા આપવામાં આવી નહોતી. આ મામલે હોટલના સ્ટાફ સાથે પૂછપરછ કરતા તેઓ ઉશ્કેરાઈ ગયા અને ધમકાવા લાગ્યા. દરમ્યાન વિદ્યાર્થીઓના હાથમાં હોટલ સ્ટાફના ફોન આવ્યા જેમાં મહિલાઓના નગ્ન ફોટા મળ્યા હતા. આ તમામ બાબતોના કારણે વિદ્યાર્થીઓ વધુ ચિંતાગ્રસ્ત થઈ અને રૂમમાં સૂવાના બદલે કોરિડોરમાં સૂવાનું પસંદ કર્યું. રોયલ પામ્સમાં આ સમગ્ર બનાવ બાદ 500માંથી કોઈપણ વ્યક્તિ સૂઈ શકી નહોતી. તેમ પ્રોફેસર સિંઘે જણાવ્યું. જ્યારે આ મામલે રોયલ પામ્સના માલિકો પૈકીના એક દિલાવર નેન્સીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે કોઈ જવાબ મળ્યો ન હતો.

IRCTC ‘જ્ઞાનોદય એક્સપ્રેસ’  (Gnanodaya Express Project) પ્રોજેક્ટને અમલમાં મૂકવા માટે J&K ઉચ્ચ શિક્ષણ પરિષદ સાથે ભાગીદારી કરી છે. આ પ્રવાસ માટે જમ્મુ અને કાશ્મીર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે જેણે 4.8 કરોડ રૂપિયા ખર્ચ્યા છે, એમ સિંહે વધુમાં જણાવ્યું કે આ મામલે અમે ઉચ્ચસ્તરીય ફરિયાદ દાખલ કરી છે. જ્યારે IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સીમા કુમારે કહ્યું: “અમે આ મામલે તપાસ શરૂ કરી છે. માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં અમારા કર્મચારીઓ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.”

દિલ્હી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર દિનેશ સિંઘ  દ્વારા શિક્ષણના પરિપ્રેક્ષ્યને વિસ્તૃત કરવા વિદ્યાર્થીઓનો વિકાસ હેતુ ‘જ્ઞાનોદય એક્સપ્રેસ’ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. જ્ઞાનોદય એક્સપ્રેસ લગભગ દર છ મહિને લગભગ 900 દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને ભારતના વિવિધ સ્થળોએ લઈ જાય છે.  કોલેજ ઓન વ્હીલ્સ ‘ પ્રોજેક્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે.