India-Bangladesh Test series/ બીજી ટેસ્ટમાં બાંગ્લાદેશ 227માં ઓલઆઉટઃ અશ્વિન અને યાદવની 4-4 વિકેટ

ઉમેશ યાદવ અને અશ્વિને ચાર-ચાર વિકેટ ઝડપતા ભારત બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશ 227 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે વિના વિકેટે 19 રન કર્યા હતા. કેપ્ટન રાહુલ ત્રણ અને શુબમન ગિલ 14 રન બનાવીને રમતમાં હતા.

Top Stories India Sports

ઉમેશ યાદવ (Umesh Yadav) અને અશ્વિને (Ashwin) ચાર-ચાર વિકેટ ઝડપતા ભારત (India)સામે બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બાંગ્લાદેશ (Bangladesh) 227 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પ્રથમ દિવસની રમતના અંતે ભારતે વિના વિકેટે 19 રન કર્યા હતા. કેપ્ટન રાહુલ (K Rahul) ત્રણ અને શુબમન ગિલ (Shubman Gill)14 રન બનાવીને રમતમાં હતા.

મોમિનુલ હકે મીરપુરમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં બાંગ્લાદેશ માટે 84 રનની શાનદાર ઈનિંગ રમી હતી. આ સિવાય કોઈ બેટ્સમેન 30 રન પણ બનાવી શક્યો નહોતો. ભારતીય ટીમ માટે ઝડપી બોલર ઉમેશ યાદવ અને સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને શાનદાર બોલિંગ કરી હતી. બંનેએ 4-4 વિકેટ પોતાના નામે કરી હતી. આ સિવાય જયદેવ ઉનડકટને (Jaydev Unadkat)2 વિકેટ મળી હતી. બાંગ્લાદેશે છેલ્લી પાંચ વિકેટ ફક્ત 14 રનમાં જ ગુમાવી હતી.

આ શ્રેણીમાં ભારતીય ટીમે પ્રથમ ટેસ્ટ મેચ ચટગાંવમાં રમી હતી. આ મેચમાં કેએલ રાહુલની કપ્તાનીમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 188 રનથી હરાવ્યું હતું. આ રીતે ભારતીય ટીમ શ્રેણીમાં 1-0થી આગળ છે.

ભારત સામેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે ટી ટાઇમે બાંગ્લાદેશે 5 વિકેટે 184 રન કર્યા છે. ઢાકામાં શેરે બાંગ્લા નેશનલ સ્ટેડિયમ ખાતે રમાતી મેચમાં ટી પડ્યો ત્યારે મોમિનુલ હક્ક 65 અને મેહદી હસન 4 રને રમતમાં હતા. બાંગ્લાદેશે ટી પહેલા પાંચમી વિકેટ ગુમાવી હતી. અશ્વિન અને ઉનડકટે બે-બે અને ઉમેશ યાદવે એક વિકેટ ઝડપી હતી.

આ પહેલા લંચ વખતે બાંગ્લાદેશે બે વિકેટ ગુમાવી 82 રન કર્યા હતા. જ્યારે ટી ટાઇમે સુધીમાં બીજા 102 રન ઉમેરીને બાંગ્લાદેશે વધુ ત્રણ વિકેટ ગુમાવી હતી. હાલમાં જે જોડી બેટિંગ કરી રહી છે તે અંતિમ બેટિંગ પર છે, તેથી જો આ ભાગીદારી તૂટી તો બાંગ્લાદેશને રકાસ નિશ્ચિત મનાય છે.

અગાઉ બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગમાં ઉતરવાનો નિર્ણય લીધો હતો. પહેલી વિકેટે 39 રનની ભાગીદારી નોંધાવી હતી. 50 પૂરા થાય તે પહેલા બંને ઓપનરો પેવેલિયન પરત થઈ ગયા હતા. નજમુલ શેન્ટો અને ઝાકિર હસનની વિકેટ અશ્વિન અને ઉનડકટે લીધી હતી.

આ પણ વાંચોઃ

Dishal Salian Murder Case/ આદિત્ય ઠાકરે પર સકંજો કસાશેઃ દિશા સાલિયાન હત્યા કેસ ફરીથી ખૂલશે

COVID/ ભાવનગરમાં ચીનથી આવેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, તંત્ર દોડતું થયું