Ahmedabad News/ અમદાવાદ પ્લેન ક્રેશ પ્લેનના રિપેરિંગ અને મેઇન્ટેનન્સને લઈને ઉઠેલા સવાલ

આના કારણે પ્લેનના રિપેરિંગ અને મેઇન્ટેનન્સને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હોય છે. આ પ્લેનમાં દિલ્હીથી અમદાવાદ ઉતરેલા પેસેન્જરનો વિડીયો વાઇરલ થયો છે.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ 171 દુર્ઘટનાનો ભોગ બનવાની કમનસીબ ઘટના 12 જુનના રોજ બની હતી. આ પ્લેન ક્રેશના કેટલાય વિડીયો વાઇરલ થયા છે. આ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પ્લેન ટેક ઓફ થયું તેની બે જ મિનિટમાં તે ક્રેશ થઈ ગયું હતું.

આના કારણે પ્લેનના રિપેરિંગ અને મેઇન્ટેનન્સને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવી રહ્યા હોય છે. આ પ્લેનમાં દિલ્હીથી અમદાવાદ ઉતરેલા પેસેન્જરનો વિડીયો વાઇરલ થયો છે. તેણે જણાવ્યું હતું કે આ પ્લેન લંડનમાં હતુ ત્યારે તેનું એસી પણ ચાલતું ન હતું અને બીજી ઘણી તકલીફો હતી. તેના કારણે પ્લેન લંડનથી મોડું ઉપડ્યું હતું. લાંબા અંતરની ફ્લાઇટ માટે રિપેરિંગથી લઈને પ્લેનની જાળવણીના બધા ધારાધોરણોનું પાલન કરવાનું હોય છે તેનું આ કિસ્સામાં જરા પણ પાલન થયું નથી.

આ બતાવે છે કે આપણે ત્યાં લોકો એરલાઇન્સના કારોબારમાં છે તો ખરા પરંતુ પ્લેનના રિપેરિંગ અને મેઇન્ટેનન્સને લઈને ઘણા સવાલ ઉઠી રહ્યા છે. પ્લેનનું રિપેરિંગ અને મેઇન્ટેનન્સ જંગી ખર્ચો માંગી લે છે. વિમાન નિષ્ણાતો આ અકસ્માત માટે આ જ પરિબળને દોષિત ઠેરવે છે. ઉલ્લેખનીય છે કે એર ઇન્ડિયા પહેલા સરકારી કંપની હતી. અગાઉ પણ તેની કામગીરીને લઈને ઘણા સવાલ ઉઠી ચૂક્યા છે. હવે તે ખાનગી કંપની તો બની છે, પરંતુ તેનો અંદરનો સરકારી અભિગમ ગયો નથી. હોતા હૈ અને ચલતા હૈની નીતિ જ ચાલ્યા કરે છે.

આ દુર્ઘટનાએ હજી પણ બધુ પૂરુ થયું નથી. ભારતની બીજી ઘણી એરલાઇન્સ આ રીતે પ્લેનની મેઇન્ટેનન્સમાં બાંધછોડ કરે છે. આ દુર્ઘટના ભલે એક બની, પણ આવી બીજી દુર્ઘટનાઓ રાહ જોઈને જ ઊભી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તબીબોની ટીમ ખડેપગે

આ પણ વાંચો:PM નરેન્દ્ર મોદી વિમાન અકસ્માતમાં મુસાફરોના મોત પર શોક વ્યક્ત કર્યો

આ પણ વાંચો:અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: પોલીસ પરિવારજનોની કરી રહી છે સેવા