Ambaji News/ હે ભગવાન આ શું અંબાજીમાં ભાદરવી પૂનમના દિવસે બપોરે 12:30 પછી દર્શન પર પ્રતિબંધ!”

આ બેઠકમાં મેળાના આયોજન, ભક્તોની સુરક્ષા, સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.આ વર્ષે મેળામાં 1,624 સંઘો નોંધાયા છે.

Top Stories Gujarat Breaking News

Ambaji News: શક્તિપીઠ અંબાજી (Ambaji) માં આગામી 1 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર, 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાવા જઈ રહ્યો છે. આ ભવ્ય ધાર્મિક મેળાનું આયોજન ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ મેળો લાખો ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ બની રહેશે.

અંબાજી ખાતે યોજાયેલી ભાદરવી પુનમીયા સંઘની સમીક્ષા બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર, એસ.પી., મંદિર વહીવટદાર સહિત સમગ્ર વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યું હતું. આ બેઠકમાં મેળાના આયોજન, ભક્તોની સુરક્ષા, સુવિધાઓ અને વ્યવસ્થાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.આ વર્ષે મેળામાં 1,624 સંઘો નોંધાયા છે, જે ભાદરવી પૂનમ દરમિયાન અંબાજી ખાતે દર્શન માટે આવશે. દર્શનનો સમય સવારે 6 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લો રહેશે, જેથી ભક્તો નિરાંતે માતાજીના દર્શન કરી શકે.

ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ હોવાથી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોરે 12:30 વાગ્યાથી ગર્ભગૃહ બંધ રહેશે અને ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે. સાંજે 5 વાગ્યા બાદ ચંદ્ર ગ્રહણના કારણે મંદિર સંપૂર્ણ બંધ રહેશે. આ નિર્ણય ધાર્મિક રીત-રિવાજો અને પરંપરાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન ભક્તોની સુવિધા અને સલામતી માટે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે:સેવા કેમ્પ: અત્યાર સુધી 303 સેવા કેમ્પની નોંધણી થઈ ચૂકી છે, જે ભક્તોને ભોજન, પાણી અને આવાસ જેવી સુવિધાઓ પૂરી પાડશે.

સમગ્ર અંબાજી વિસ્તારમાં CCTV કેમેરા દ્વારા 24 કલાક દેખરેખ રાખવામાં આવશે. પોલીસ બંદોબસ્ત અને ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરાઈ છે.રાત્રે ભક્તોને અગવડ ન પડે તે માટે માકણચમ્પા, અંબાઘાટા, વિરમપુર રોડ અને આબુ રોડ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવશે.વૃદ્ધ અને દિવ્યાંગ ભક્તો માટે અલગ દર્શન વ્યવસ્થા ઉપલબ્ધ રહેશે, જેમાં ગોલ્ફ કાર્ટનો ઉપયોગ કરવામાં આવશે.ભીડ નિયંત્રણ અને સફાઈ: ભીડ નિયંત્રણ માટે ખાસ વ્યવસ્થા અને સમગ્ર વિસ્તારમાં વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે.

એસ.ટી. બસ, પીવાનું પાણી, હંગામી વિસામો, આરોગ્ય સેવાઓ, સેનિટેશન અને પાર્કિંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ રહેશે.ભાદરવી પૂનમ મહામેળો 2025 દરમિયાન તમામ ભક્તો શાંતિપૂર્ણ રીતે માતાજીના દર્શન કરી શકે તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્ર એનાયત કરાયું

આ પણ વાંચો:અંબાજી માતાના મંદિરે દર્શન કરવા પહોંચી પ્રીટિ ઝિન્ટા, આજે મુંબઈ-પંજાબ વચ્ચે સેમી ફાઇનલ

આ પણ વાંચો:અંબાજી ગબ્બર રોપવે અને પરિક્રમા માર્ગ15 થી 17 એપ્રિલ સુધી રહેશે બંધ