Banaskantha News: બનાસકાંઠા (Banaskantha)માં આવેલા અંબાજી માતાના મંદિરે (Ambaji Temple) દર્શન કરવા પંજાબ કિંગ્સની માલિક પ્રીટિ ઝિન્ટા (Preity Zinta) પહોંચી છે. IPl 2025 સેમી ફાઇનલ પહેલા માતાજીના શરણે આવી ટીમની જીત માટે પ્રાર્થના કરી છે. આજે મુંબઈ અને પંજાબની વચ્ચે સેમી ફાઇનલ મેચ રમાવાની છે.
બનાસકાંઠા જીલ્લામાં અંબાજી માતાના મંદિરે પ્રીટિ ઝિન્ટા (Preity Zinta) માતાજીના શરણે દર્શન કરવા પહોંચી છે. IPl 2025 સેમી ફાઈનલ પહેલા અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ પૂજા પણ કરી હતી. ગબ્બર દર્શન બાદ માતાજીની અખંડ જ્યોતના દર્શન કર્યા છે. આજે મુંબઈ અને પંજાબની સેમી ફાઇનલ મેચ અમદાવાદ (Ahmedabad) ખાતે રમાશે. પંજાબ કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ IPL 2025 નો બીજો ક્વોલિફાયર આજે એટલે કે રવિવાર, 1 જૂને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. PBKS વિરુદ્ધ MI મેચ IST સાંજે 7:30 વાગ્યે શરૂ થશે, જ્યારે બંને કેપ્ટન – શ્રેયસ ઐયર અને હાર્દિક પંડ્યા – ટોસ માટે અડધો કલાક પહેલા મેદાનમાં ઉતરશે.

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની નજર ફાઇનલ પર રહેશે, આ મેચ જીતનારી ટીમ ટાઇટલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો કરશે . આવી સ્થિતિમાં, આજની PBKS વિરુદ્ધ MI મેચ મહત્વપૂર્ણ બનવાની છે.
IPLના ઇતિહાસમાં પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે કુલ 32 મેચ રમાઈ છે જેમાં બંને વચ્ચે રોમાંચક હરીફાઈ જોવા મળી છે. મુંબઈ પંજાબ સામે 17-16થી આગળ છે. જોકે, IPL 2025 પ્લેઓફ શરૂ થાય તે પહેલાં, પંજાબ કિંગ્સે લીગ સ્ટેજની તેમની છેલ્લી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું.
આ પણ વાંચો:IPLના સમાપન સમારોહમાં સેના નાયકોને મળશે સલામી
આ પણ વાંચો:હૈદરાબાદે KKRને 110 રનના જંગી માર્જિનથી હરાવ્યુંઃ ક્લાસેનની તોફાની સદી
આ પણ વાંચો:IPLમાં ગુજરાતનો દિલ્હી સામે 10 વિકેટે વિજય, પ્લે ઓફમાં પ્રવેશ
