Morbi News/ મોરબીમાં વધુ એક વખત SMCના દરોડા, 1 હજાર જેટલી દારૂની પેટી સાથે 4ની ધરપકડ

પોલીસે મુદ્દામાલ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

Top Stories Gujarat Breaking News

Morbi News: મોરબી(Morbi)માં વધુ એક વખત એસએમસી(SMC)ના દરોડા પડ્યા છે. શનાળા ગામ પાસે ગોડાઉનમાં 1 હજાર જેટલી દારૂ(Liquor)ની પેટી સાથે ટેલર ઝડપી પાડી 4 લોકોની ધરપકડ કરી છે. SMCના દરોડા પડતા મોરબી પોલીસ પર સવાલો ઉઠી રહ્યાં છે.

મળતી માહિતી અનુસાર, સ્ટેટ મોનિટરિંગ ટીમે (SMC) રાત્રે મોરબીના રાજપર રોડ પર એક ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. જ્યાં દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. દારૂના જથ્થાને એક ટ્રેલરમાંથી નાનો ટેમ્પો (છોટા હાથી)માં ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો હતો. ત્યારે SMCની ટીમે સમય જોતાં જ બૂટલેગરો પર ત્રાટકી પડી હતી. દરોડામાં દારૂની અંદાજે 1000 બોટલો મળી આવી છે. પોલીસે મુદ્દામાલ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

What Is Considered Liquor? | Popular Types Of Liquor

થોડા દિવસ પહેલા જ મોરબીના ટંકારા સ્થિત લાજઈ વિલેજ GIDC ભરડીયા રોડ શ્રી સંકલ્પ ગોડાઉન સામેના ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખવામાં આવ્યો હોવાની માહિતી SMCના અધિકારીઓને મળી હતી. જેને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે રૂ. 11,81,414 ની કિંમતની દારૂની 2,147 બોટલો કબજે કર્યો હતો. આ કેસમાં પોલીસે દારૂનો જથ્થો મંગાવનારા અને ગોડાઉન ભાડે રાખનારા રાજસ્થાનના કમલેશ એચ.રામ અને દારૂનો જથ્થો મોકલનારા બે શખ્સોની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ ટંકારા પોલીસ ચલાવી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મોરબીમાં ગોડાઉન પર દોરોડો પાડી 11.81 લાખનો દારૂનો જથ્થો કબજે કરાયો

આ પણ વાંચો:મોરબીમાં SMC ની ટીમે પિસ્ટલ અને કાર્ટીજીસ સાથે આરોપીની ધરપકડ કરી

આ પણ વાંચો:મોરબી તો઼ડકાંડમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ : ટંકારામાં હોટલમાં રેડ પાડી 51 લાખ રૂપિયાનો તોડ કર્યો