Morbi News/ મોરબી તો઼ડકાંડમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ : ટંકારામાં હોટલમાં રેડ પાડી 51 લાખ રૂપિયાનો તોડ કર્યો

તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાતાં ટંકારાનો તોડકાંડ સામે આવ્યો હતો

Top Stories Gujarat
Beginners guide to 2024 12 13T134409.126 મોરબી તો઼ડકાંડમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ : ટંકારામાં હોટલમાં રેડ પાડી 51 લાખ રૂપિયાનો તોડ કર્યો

Morbi News : મોરબી તોડકાંડમાં PI  વાય.કે.ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે. આરોપીઓેએ મોરબીની ટંકારાની એક હોટેલમાં દરોડો પાડીને 51 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો.મોરબી જિલ્લાના ટંકારાના રિસોર્ટમાં જુગારનો દરોડો પાડી કેસ નોંધ્યો અને પછી આરોપીને સવલત આપવા તથા તેમની મીડિયા સમક્ષ ઓળખ છુપાવવાના નામે તોડપ્રકરણમાં PI વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી વિરુદ્ધ સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી) દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ બન્નેને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.

આ ઘટનાને પગલે મોરબી જિલ્લા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. કેસ કર્યા બાદ 51 લાખ રૂપિયાનો તોડ કરવાનો આ પ્રકારનો રાજ્યમાં પ્રથમ ગુનો મોરબીમાં નોંધાયો છે. હકીકતમાં PI ગોહિલની સામે જ્યારે મોરબી જિલ્લામાં ખાતાકીય તપાસ શરૂ થઈ ત્યારે તેઓ માંદગીની રજા પર ઊતરી ગયા હતા. આ દરમિયાન તેમણે કચ્છમાં ભાજપના જ એક હોદ્દેદારના ત્રણ કાર્યકરને ઉઠાવીને તોડ કર્યાની વાત વહેતી થઈ હતી, જેને લઈને ગૃહ વિભાગ સક્રિય થયો અને તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાતાં ટંકારાનો તોડકાંડ સામે આવ્યો હતો.

Beginners guide to 2024 12 13T134636.382 મોરબી તો઼ડકાંડમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ : ટંકારામાં હોટલમાં રેડ પાડી 51 લાખ રૂપિયાનો તોડ કર્યો

મોરબીના ટંકારા તાલુકાના લજાઈ પાસે આવેલી હોટલમાં જુગારની રેડ કરવામાં આવી હતી અને એમાં લાખો રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હોવાની ચર્ચા ચાલી રહી હતી, જોકે એસએમસીની તપાસમાં 51 લાખનો તોડ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે અને ખોટા પુરાવાને સાચા તરીકે લેવામાં આવ્યા હતા, જેથી કરીને PI અને હેડ કોન્સ્ટેબલ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે.ટંકારા પોલીસ સ્ટેશનના તત્કાલીન PI વાય. કે. ગોહિલ તથા તત્કાલીન હે.કો, મહિપતસિંહ હરિસિંહ સોલંકીએ તા.26/10/2024ના રોજ રાત્રિના આશરે 11:15 વાગ્યે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા ખાતે આવેલા કમ્ફર્ટ રિસોર્ટના રૂમ નં.105માં (1) તીરથ અશોકભાઈ ફળદુ, (2) નિતેષભાઈ ઉર્ફે નીતિન નારણભાઈ ઝાલરિયા, (3) ભાસ્કર પ્રભુદાસ પારેખ, (4) વિમલ રામજીભાઈ પાદરિયા, (5) રઘુવિરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, (6) કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ તથા (7) શૈલેષ ગંગદાસભાઈ ઠુંમર ટાઈમપાસ કરવા કોઇનથી પત્તાં રમતા હતા તેમજ (8) ગોપાલ રણછોડભાઈ સભાડ તથા (9) ચિરાગ રસિકભાઈ ધામેચા કમ્ફર્ટ રિસોર્ટના પાકિંગમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર નં. GJ-03-KC-1400માં બેઠા હતા.

એ દરમિયાન PI વાય.કે.ગોહિલ તથા હે.કો મહિપતસિંહ સોલંકીએ પંચનામા-ફરિયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી/ઊભા કરી એને નામદાર કોર્ટમાં મોકલી આપી એનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો.બાદમાં આરોપીઓ પાસેથી લાંચની માગણી કરી હતી, જેમાં પ્રથમ રોકડા રૂપિયા 12 લાખ વિમલ પારદરિયાના મિત્ર સુમીત અકબરી મારફત રાજકોટથી મગાવી જુગારની રેડમાં બતાવ્યા અને ત્યાર બાદ રોકડા રૂપિયા 41 લાખ તથા રોકડા રૂપિયા 10 લાખ ન્યૂઝ-મીડિયા આવે એ પહેલાં જામીન પર મુક્ત કરી દેવા, ન્યૂઝ પેપર કે સોશિયલ મીડિયામાં ફોટો નહીં આપવા, ભળતાં-ખોટાં નામો આપવાં, પંચનામા અને ફરિયાદમાં ખોટાં નામ લખવા, મોબાઈલ ફોનો પૈકી જરૂરિયાતવાળા મોબાઈલ ફોન પરત આપવા વગેરે માટે ખોટી રીતે, બળજબરીથી કઢાવી લઈ PIએ નીચલા કર્મચારીઓને ગેરકાયદે કૃત્ય કરવા માટે ફરજ પાડી હતી.

Beginners guide to 2024 12 13T134517.360 મોરબી તો઼ડકાંડમાં PI અને હેડ કોન્સ્ટેબલ સામે ફરિયાદ : ટંકારામાં હોટલમાં રેડ પાડી 51 લાખ રૂપિયાનો તોડ કર્યો

બાદમાં જાતે અને અન્યો દ્વારા રૂપિયા 51 લાખ જેટલી માતબર રકમની લાંચ લીધી હતી.પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે આરોપી રવિ મનસુખભાઇ પટેલે તેનું નામ ખોટું આપ્યું હતું. તેનું સાચું નામ તીર્થ અશોકભાઈ ફળદુ છે, જેથી ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા ગુનામાં વધુ એક કલમનો ઉમેરો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલે ગુજરાતના પોલીસવડાએ એસએમસીને તપાસ સોંપી હતી, જેથી થોડા દિવસો પહેલાં એસએમસીના એસપી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી. કામરિયા સહિતનો કાફલો કમ્ફર્ટ હોટલે આવ્યો હતો અને તપાસ કરી હતી. ત્યાર બાદ ટંકારાના જે-તે સામના PI વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આટલું જ નહીં, PI. વાય.કે. ગોહિલની અરવલ્લી અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની દાહોદ જિલ્લામાં બદલી પણ કરવામાં આવી હતી.

હાલમાં મળી રહેલી માહિતી મુજબ, SMCના પીઆઇ આર.જી.ખાંટ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટંકારના પહેલા અને પૂર્વ પીઆઇ વાય.કે. ગોહિલ તેમજ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે બંને રાજ્ય સેવક છે અને ખોટા પુરાવાને સાચા તરીકે બતાવીને આર્થિક લાભ મેળવ્યો છે. 51 લાખ રૂપિયા લીધા હોવાની માહિતી સામે આવી છે, જેથી હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગેની વધુ તપાસ લીંબડીના ડીવાયએસપી વી.એમ. રબારીને સોંપવામાં આવી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજ્યમાં બોટીંગ પ્રવૃત્તિઓની સલામતી માટે ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ‘ગુજરાત ઇનલેન્ડ વેસેલ્સ નિયમ-૨૦૨૪’ જાહેર

 આ પણ વાંચો: ગુજરાત મેરીટાઇમ બોર્ડની ઓફિસમાં રેડ:પોર્ટની માહિતી લીક કરવાના કેસમાં તપાસ

 આ પણ વાંચો: ગુજરાતના કેવડિયા ખાતે 19મી મેરીટાઈમ સ્ટેટ ડેવલપમેન્ટ કાઉન્સિલની બેઠકનો થયો પ્રારંભ