Vadodara News/ વડોદરામાં ફેબ્રિકેશન કામ દરમિયાન સિલિન્ડર બ્લાસ્ટ, યુવકનું મોત; વિસ્તારમાં અરેરાટી

વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં ફેબ્રિકેશન કામગીરી દરમિયાન થયેલા પ્રચંડ સિલિન્ડર બ્લાસ્ટ (Vadodara Cylinder Blast)માં એક યુવકનું મોત થયું છે. ધડાકા બાદ વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી, જ્યારે પોલીસ અને FSL ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

Top Stories Gujarat Vadodara Breaking News
Vadodara Cylinder Blast:ફેબ્રિકેશન કામ દરમિયાન યુવકનું મોત

Vadodara News: વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ રડીયાત બા નગરમાં ફેબ્રિકેશન કામ દરમિયાન અચાનક સિલિન્ડર બ્લાસ્ટ (Vadodara Cylinder Blast) થતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર પહેલા જ મોત થયું હોવાનું સામે આવ્યું છે.

ફેબ્રિકેશન કામ દરમિયાન થયો ધડાકો

પ્રાથમિક માહિતી મુજબ ફેબ્રિકેશન કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક સિલિન્ડર ફાટ્યો હતો.ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી.બ્લાસ્ટમાં ઘવાયેલા મુકેશગીરી નામના યુવકને તાત્કાલિક સારવાર માટે ગોત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.જોકે, ગંભીર ઈજાઓને કારણે સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.

Vadodara Cylinder Blast: એક દીવાલ પણ ધરાશાયી

પોલીસ માહિતી મુજબ બ્લાસ્ટની અસરથી નજીકની એક દીવાલ પણ ધરાશાયી થઈ ગઈ હતી.ઘટનાસ્થળે ભારે નુકસાન થયું હોવાની વિગતો સામે આવી રહી છે.ઘટનાની જાણ થતા લક્ષ્મીપુરા પોલીસ અને FSLની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી.સિલિન્ડર બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

અગાઉ પણ બની હતી આવી ઘટના

31 માર્ચ 2026ના રોજ અમદાવાદના નારણપુરા વિસ્તારમાં પણ ગેસ સિલિન્ડર બ્લાસ્ટની ઘટના બની હતી.તે ઘટનામાં ઘરમાં સૂતા અનેક લોકો દાઝી ગયા હતા અને ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.


આ પણ વાંચો:રાજકોટમાં રહેણાંક મકાનમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: 40 બાટલા અને ડીઝલના જથ્થા વચ્ચે ભીષણ આગ

આ પણ વાંચો:સુરતના કાપોદ્રામાં ભીષણ આગ, LPG સિલિન્ડર બ્લાસ્ટમાં 2ના મોત, 11ને બચાવાયા

આ પણ વાંચો:અમદાવાદના નારોલમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટથી લાગી ભીષણ આગ, બેના મોત, એક ગંભીર રીતે દાઝ્યુ