Surat News/ સુરત સિવિલ હોસ્પિટલમાં બેદરકારી, સુપ્રિટેન્ડેન્ટની બદલી

આ ઘટનાએ સુરત સિવિલ (Surat Civil)હોસ્પિટલના વહીવટ અને આરોગ્ય સેવાઓ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે

Gujarat Surat
સુરતની સિવિલ (Surat Civil)હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે ગંભીર બેદરકારી સામે આવતા રાજ્યના આરોગ્ય મંત્રીએ કડક વલણ અપનાવ્યું છે

Surat News : સુરતની સિવિલ (Surat Civil)હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓની સ્થિતિ અંગે ગંભીર બેદરકારી સામે આવતા રાજ્યના આરોગ્ય મંત્રીએ કડક વલણ અપનાવ્યું છે. આરોગ્ય મંત્રીએ અચાનક સુરત સિવિલ હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી, જેમાં હોસ્પિટલની કામગીરી અને દર્દીઓને આપવામાં આવતી સુવિધાઓ પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો.

Surat Civil હોસ્પિટલમાં આરોગ્ય સેવાઓમાં ખામી જોવા મળી

 

મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં સ્વચ્છતા, વ્યવસ્થા અને દર્દીઓ માટેની આરોગ્ય સેવાઓમાં ખામીઓ જોવા મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર મામલે સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ધારિત્રી પરમારની તાત્કાલિક અસરથી બદલી  કરવામાં આવી છે.

આદેશ મુજબ ડો. ધારિત્રી પરમારને વડોદરા ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ ડો. પારૂલ વડગામાને સુરત સિવિલ હોસ્પિટલનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રીની મુલાકાત દરમિયાન હોસ્પિટલની કામગીરીમાં જોવા મળેલી બેદરકારીને ગંભીરતાથી લેવામાં આવી હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. સરકાર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે દર્દીઓની સારવાર અને હોસ્પિટલ વ્યવસ્થામાં કોઇપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં.

આ ઘટનાએ સુરત સિવિલ (Surat Civil)હોસ્પિટલના વહીવટ અને આરોગ્ય સેવાઓ અંગે અનેક સવાલો ઉભા કર્યા છે. હવે નવી નિમણૂક બાદ હોસ્પિટલની કામગીરીમાં કેટલો સુધારો થાય છે તેના પર સૌની નજર રહેશે.


આ પણ વાંચો : વડોદરાની ગોત્રી GMERS મેડિકલ હોસ્પિટલમાં ભયાનક બેદરકારી, બે દર્દીઓ માટે મંગાવેલા બ્લડમાં ગોટાળો 

આ પણ વાંચો : અમદાવાદ મકરબાની ફેઈથ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ હોબાળો, ડોક્ટર પર બેદરકારીનો આરોપ

આ પણ વાંચો : અમદાવાદ : અમરદીપ હોસ્પિટલમાં બાળકનું મોત, ડોકટરની બેદરકારીનો પરિવારજનોનો આક્ષેપ