Gujarat Local Body Elections 2026/ સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આ વખતે પરંપરાગત મુદ્દાઓથી આગળ વધીને મતદાર યાદીમાં થયેલા મોટા કાપ અને મતદાનની પેર્ટનને લઈને ચર્ચામાં છે. રસ્તા-પાણી, ભ્રષ્ટાચાર અને વિકાસ સાથે હવે “કેટલા મતદારો(Voters) ગાયબ?” એ પણ કેન્દ્રમાં આવી ગયું છે. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) બાદ પહેલી ચૂંટણી હોવાથી ભાજપ માટે આ પરિસ્થિતિ ફાયદાકારક રહેશે કે નુકસાનકારક—તે અંગે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા છે.
8.22 લાખ મતદારો(Voters)નો ઘટાડો
વર્ષ 2021ની ચૂંટણીમાં સુરતમાં કુલ 32.88 લાખ મતદારો(Voters) નોંધાયેલા હતા, જે 2026માં ઘટીને 24.76 લાખ પર આવી પહોંચ્યા છે. એટલે કે, સીધો 8.22 લાખ મતદારોનો ઘટાડો નોંધાયો છે. SIRની કામગીરી બાદ થયેલો આ મોટો ફેરફાર ચૂંટણીના પરિણામોને અસર કરશે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
મતદાનમાં પણ જોવા મળ્યો સ્વીંગ
આ વખતના 24.76 લાખ મતદારોમાંથી માત્ર 14.68 લાખ મતદારો મતદાન કરવા બહાર આવ્યા હતા. મતદાનની ટકાવારી અને મતદારોના મૂડમાં પણ સ્વીંગ જોવા મળ્યો છે. જેના કારણે રાજકીય પક્ષો જીતના દાવા તો કરી રહ્યા છે, પરંતુ બેઠકોની ચોક્કસ સંખ્યા અંગે કોઈ સ્પષ્ટતા કરી શકતા નથી.
વિસ્તાર પ્રમાણે અલગ અલગ દાવા
પાલિકાના રાંદેર-અઠવા ઝોનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તરફથી ખાસ દાવા કરવામાં નથી આવ્યા, જેથી અહીં ભાજપને ક્લીન સ્વીપની આશા છે. જ્યારે કતારગામ અને પાટીદાર બહુમતી ધરાવતા વિસ્તારોમાં આપ પોતાનો ગઢ મજબૂત હોવાનો દાવો કરી રહી છે, તો ભાજપ આ ગઢ ફરીથી કબજે કરવાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યું છે.
ક્રોસ વોટિંગની ચર્ચા ગરમ
સેન્ટ્રલ ઝોન, કતારગામ અને લિંબાયતના કેટલાક વોર્ડમાં ભાજપ અને આપના નારાજ કાર્યકરોના કારણે ક્રોસ વોટિંગ થયું હોવાની ચર્ચા છે. આથી કોને વધુ નુકસાન થશે તે મતગણતરી બાદ જ સ્પષ્ટ થશે.
કોંગ્રેસ માટે પણ કસોટી
ગત ચૂંટણીમાં શૂન્ય પર સીમિત રહેલી કોંગ્રેસ આ વખતે ખાતું ખોલે છે કે નહીં, તે પણ મહત્વનો મુદ્દો છે.
મતગણતરી પહેલા ચાલી રહેલી અટકળો કેટલીઘણી સાચી સાબિત થશે તેનો નિર્ણય હવે મંગળવારે બપોર સુધીમાં સ્પષ્ટ થઈ જશે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણીમાં મતદાન વચ્ચે બહિષ્કાર! ‘કટ નહીં તો મત નહીં’ના નારા
આ પણ વાંચો: ગાંધીનગરની દહેગામ નગરપાલિકા ચૂંટણી દરમ્યાન EVM ખોટવાયું
આ પણ વાંચો: ભાવનગરમાં AAP સમર્થનના પોસ્ટર વાયરલ! ચૂંટણી પહેલાં રાજકારણ ગરમાયું
