ગુજરાતે સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે રાજ્યમાં કોરોનાવાયરસ રોગચાળાને કારણે 10,000 વધુ મૃત્યુ થયા છે. રાજ્યમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 10,098 હતો, જે સુધર્યા બાદ વધીને 19,964 થયો છે. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાને કારણે મૃત્યુ પામનારની સંખ્યામાં બે ટકાનો વધારો થયો છે. અત્યાર સુધીમાં ભારતમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 4.85 લાખ પર પહોંચી ગઈ છે.
ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોની કુલ સંખ્યા 10,098 છે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન, ગુજરાત સરકારે જણાવ્યું હતું કે 50,000 રૂપિયાના વળતર માટે 34,678 અરજીઓ મળી હતી, જેમાંથી સરકારે 19,964 અરજીઓને માન્ય ગણીને વળતરની રકમનું વિતરણ કર્યું છે.
ગુજરાત સરકાર પર ભૂતકાળમાં કોરોનાને કારણે થયેલા મૃત્યુની સંખ્યા ઓછી દર્શાવવાનો પણ આરોપ છે. જો કે રાજ્યની ભાજપ સરકાર વિપક્ષના આ આરોપોને નકારી રહી છે.

બે ન્યાયાધીશોની બેન્ચે કોરોના વાયરસના કારણે થયેલા મૃત્યુમાં વળતરની ચુકવણીમાં વિલંબ માટે દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી. આ દરમિયાન ગુજરાત સરકારે કહ્યું કે તે ઓલ ઈન્ડિયા રેડિયો અને સ્થાનિક રેડિયો સ્ટેશનનો માધ્યમ તરીકે ઉપયોગ કરી રહી છે. જેના પર કોર્ટે કહ્યું કે, રેડિયો કોણ સાંભળે છે.
કોર્ટે કહ્યું, “સ્થાનિક અખબારોમાં કોઈ જાહેરાત કેમ નથી? તમે સામાન્ય માણસને કેવી રીતે કહેશો? તેઓ 50,000 રૂપિયાની રાહ જોઈ રહ્યા છે. તમામ અખબારો, દૂરદર્શન અને સ્થાનિક ચેનલોમાં સંપૂર્ણ વિગતો સાથે જાહેરાતો આપવી જોઈએ. મહારાષ્ટ્ર અને ગુજરાતે કોરોનાને કારણે થયેલા મૃત્યુના વળતરના મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી છે. અન્ય રાજ્યો વતી હજુ સુધી એફિડેવિટ દાખલ કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે કે મહારાષ્ટ્રમાં જ્યાં કોરોનાનો સૌથી વધુ કહેર છે, ત્યાં માત્ર 8 હજાર લોકોને વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જ્યારે 87 હજારથી વધુ અરજીઓ મળી છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને વળતરની પ્રક્રિયા ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો છે.
મુંબઈ / અંડરગ્રાઉન્ડ સેલરમાં 17છોકરીઓને ઠુંસી-ઠુંસીને ભરવામાં આવી હતી, આવી રીતે ઝડપાઇ
કાશી વિશ્વનાથ ધામ / જયા બચ્ચને વિસ્થાપિતોના વળતરની કરી માંગ તો પ્રિયંકા ગાંધીએ પણ યોગી સરકારને ઘેરી
Omicron / રાજ્યમાં નોંધાયો વધુ એક ઓમિક્રોનનો કેસ, કુલ કેસની સંખ્યા પહોંચી..
