સુરત/ બજરંગ દળના કાર્યકરોએ રેસ્ટોરન્ટમાં ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર સળગાવ્યા 

મુગલાઈનું બીજું નામ પાકિસ્તાની છે, તે વિચારીને આ ફેસ્ટિવલનું નામ ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ રાખવામાં આવ્યું હતું. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે ફૂડ ફેસ્ટિવલમાં એક શબ્દ આટલો બધો હંગામો મચાવશે.

Top Stories Gujarat Surat
પાકિસ્તાની ફૂડ

સુરત ખાતે બજરંગ દળના કાર્યકર્તાઓએ એક રેસ્ટોરન્ટમાં આયોજિત ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’નું મોટું બેનર ઉતારીને આગ લગાવી દીધી હતી. બજરંગ દળના એક વરિષ્ઠ કાર્યકર્તાએ આ માહિતી આપી અને દાવો કર્યો કે રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. બજરંગ દળના દક્ષિણ ગુજરાત એકમના પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે કાર્યકર્તાઓએ બિલ્ડીંગમાંથી બેનર ઉતારીને તેને આગ ચાંપી દીધી હતી કારણ કે તેઓ કાર્યક્રમની વિરુદ્ધ હતા.

સુરત રીંગરોડ વિસ્તારમાં રેસ્ટોરન્ટની બિલ્ડીંગની ઉપર લાગેલા બેનરોને ઉતારી લેવામાં આવ્યા હતા અને ‘જય શ્રી રામ’ ના નારા લગાવતા તમામ બેનર સળગાવી દેવામાં આવ્યા હતા. આ ફેસ્ટિવલ 12 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’માં યોજાવાનો હતો.

બજરંગ દળના દક્ષિણ ગુજરાત એકમના પ્રમુખ દેવીપ્રસાદ દુબેએ જણાવ્યું હતું કે  ‘અમે સુનિશ્ચિત કર્યું છે કે રેસ્ટોરાંમાં આવી ઉજવણી ન થાય. આવા ઉત્સવનું આયોજન સાંખી લેવામાં આવશે નહીં. રેસ્ટોરન્ટે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. તેઓએ બિલ્ડીંગની ઉપરના મોટા ફ્લેક્સ બેનરને નીચે લાવીને આગ લગાડી દીધી હતી.

‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’ ચલાવતા ‘સુગર એન્ડ સ્પાઈસ રેસ્ટોરન્ટ્સ’ના સંદીપ દાવરે જણાવ્યું હતું કે તેઓ મુગલાઈ ભોજન પીરસવાનું ચાલુ રાખશે અને કાર્યક્રમમાંથી ‘પાકિસ્તાની’ શબ્દ હટાવી દેશે કારણ કે તેનાથી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે. આ અંગે કોઈ પોલીસ કેસ નોંધવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે હવેથી અમે પાકિસ્તાની શબ્દનો ઉપયોગ પણ નહીં કરીએ.

દાવરે કહ્યું કે જ્યારે અમે ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા હતા ત્યારે અમે ઘણા નામો વિશે વિચાર્યું હતું, મુગલાઈનું બીજું નામ પાકિસ્તાની છે, તે વિચારીને આ ફેસ્ટિવલનું નામ ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ રાખવામાં આવ્યું હતું. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે ફૂડ ફેસ્ટિવલમાં એક શબ્દ આટલો બધો હંગામો મચાવશે. અમે મુગલાઈ ફૂડ સર્વ કરીએ છીએ. તેને પાકિસ્તાન સાથે કોઈ લેવાદેવા નથી. અમે બજરંગ દળના લોકોને સમજાવવાની કોશિશ કરી, પરંતુ તેઓએ સાંભળ્યું નહીં.

ખુલાસો / ગુજરાતે સત્તાવાર રીતે સ્વીકાર્યું, કોરોનાથી 10 હજારથી વધુના મોત..!!

મુંબઈ / અંડરગ્રાઉન્ડ સેલરમાં 17છોકરીઓને ઠુંસી-ઠુંસીને ભરવામાં આવી હતી, આવી રીતે ઝડપાઇ

કાશી વિશ્વનાથ ધામ / જયા બચ્ચને વિસ્થાપિતોના વળતરની કરી માંગ તો પ્રિયંકા ગાંધીએ પણ યોગી સરકારને ઘેરી