Bharuch News/ ભરૂચ GIDCમાં કંપનીમાં અચાનક લાગી આગ, કામદારોમાં મચી નાસભાગ

ભરૂચ GIDC (Bharuch GIDC) વિસ્તારમાં તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રા.લિ. યુનિટ-2માં આગ લાગી. મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ અને GNFC ટીમે આગ કાબુમાં લીધી. કોઈ જાનહાનિ નહીં, કારણોની તપાસ ચાલુ.

Top Stories Gujarat Breaking News
Bharuch GIDC

Bharuch News:ભરૂચ GIDC (Bharuch GIDC) વિસ્તારમાં આવેલા તુષાર ટ્રાન્સ ઇક્વિપમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ યુનિટ 2 માં આગ લાગી હતી. ઘટનાની માહિતી મળતા જ મ્યુનિસિપલ ફાયર બ્રિગેડ અને GNFC ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.ફાયર ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગને કાબુમાં લેવાનું કામ કરી રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, અને તંત્રએ તેની તપાસ કરી છે.

ખુશીની વાત છે કે આ આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર વિભાગ આગને સંપૂર્ણપણે કાબુમાં લેવા માટે કામ કરી રહ્યું છે. આ ઘટનાથી GIDC (Bharuch GIDC) વિસ્તારમાં થોડા સમય માટે ગભરાટ ફેલાયો હતો. જોકે, હવે પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ કંપનીમાં આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે.

આ પહેલા ભરૂચમાં અકલેશ્વરની (Panoli GIDC)માં સલ્ફર મીલ કંપનીમાં આગ લાગી હતી.આ આગે ભયાનક સ્વરૂપ પકડી લીધું હતું.જેને લઈને કંપનીની સલામતી વ્યવસ્થા પર અનેક સવાલ ઉઠ્યા હતા.Panoli GIDCમાં આવેલી સલ્ફર મિલ લિમિટેડ નામની કંપનીમાં પ્રથમ વખત આગનો બનાવ બન્યો હતો. સલ્ફર મિલ (Sulfar Mill)માં આગ લાગતા ધૂમાડા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા.

Panoli GIDCમાં હવે આગની ઘટના જાણે નવી રહી નથી. હજી બે મહિના પહેલાં જ સલ્ફર ક્રોપ કેર પ્રાઇવેટ લિમિટેડ (Sulfar Crop Care Pvt Ltd) માં ધડાકા સાથે આગ લાગી હતી. સંજાલી ગામને અડીને આવેલી સલ્ફર ક્રોપ કેર પ્રાઇવેટમાં શોર્ટ સર્કિટના કારણે ધડાકા થયા હતા. પ્રચંડ ધડાકાના લીધે પ્લાન્ટના પતરાના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા. ધડાકાને લઈને આગ ભભૂકી ઉઠતા કર્મચારીઓ ફેક્ટરીની બહાર દોડી આવ્યા હતા.


આ પણ વાંચો: ભરૂચમાં GIDCની કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયર ટીમ ઘટનાસ્થળે

આ પણ વાંચો: દાહોદમાં NTPC કંપનીનાં પ્લાન્ટમાં કરોડોનો માલસામાન બળીને ખાખ

આ પણ વાંચો: ભરૂચ GIDCમાં બ્લાસ્ટ થતાં એક કામદારનું મોત, બે ગંભીર ઇજાગ્રસ્ત