Rajkot News:રાજકોટ ગ્રામ્ય જિલ્લા પોલીસે ગુનેગારી અને વીજ ચોરી સામે કડક કાર્યવાહીનો નવો અભિયાન શરૂ કર્યો છે. તાજેતરમાં વિંછીયાના મોટા માત્રા ગામમાં પોલીસે વિશાળ કોમ્બિંગ અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓના ઘરોની તપાસ સાથે મોટા પાયે વીજ ચોરીના કિસ્સા પણ ઝડપાયા છે.રાજકોટ ગ્રામ્યના પોલીસ SPના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઓપરેશનમાં રાજકોટ ગ્રામ્ય LCB, SOG, QRT ટીમો સહિત વિંછીયા, આટકોટ, જસદણ, ભાડલા વગેરે પોલીસ સ્ટેશનના (Rajkot Rural Police) અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ગામમાં 74 બિન કાયદેસર વીજ જોડાણ મળી આવ્યા
ગામમાં હત્યા, મારામારી, હુમલા જેવા ગંભીર ગુનાઓમાં વારંવાર સંડોવાયેલારીઢા આરોપીઓના ઘરોમાં વિગતવાર તપાસ કરવામાં આવી. આમાંથી અમુક આરોપીઓ જેલમાં છે, કેટલાક ભૂતકાળમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરી ચૂક્યા છે, જ્યારે એક આરોપી હજુ પકડાયો નથી.સર્ચ દરમિયાન ગામના અલગ-અલગ વિસ્તારોમાંથી 74 બિનકાયદેસર વીજ કનેક્શન ઝડપાયા છે.આ બધા જોડાણો તાત્કાલિક કાપી નાખવામાં આવ્યા છે.

ગ્રામ્ય જિલ્લા SPની (Rajkot Rural Police) મોટી કાર્યવાહી
ગામના જુદા જુદા સ્થળોએથી અંદાજે 12,500 મીટર વીજ કેબલ પણ પોલીસે (Rajkot Rural Police) જપ્ત કર્યો.PGVCL (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડની જસદણ ડિવિઝન દ્વારા વીજ ચોરી કરનાર વ્યક્તિઓ પર કુલ રૂ. 21 લાખ જેટલો દંડ ફટકારવામાં આવ્યો છે. આ ઓપરેશન દરમિયાન 7 ગેરકાયદેસર વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો:રાજકોટમાં ‘વિકાસ’ કે ‘વિનાશ’? જંગલેશ્વરમાં 1358 પરિવારો પર ડિમોલિશનની તલવાર
આ પણ વાંચો:રાજકોટના ધોરાજીમાં મેગા ડિમોલિશન કરી 3.70 કરોડની જમીન ખુલ્લી કરાઈ
આ પણ વાંચો:1358 પરિવારોના આશિયાના હાલ પૂરતા બચી ગયા! જંગલેશ્વર ડિમોલિશન પર હાઇકોર્ટની રોક
