Not Set/ સિંગાપુર સાથે મહત્વની સમજૂતી, RuPay કાર્ડનો ઉપયોગ કરી શકશે ભારતીય પર્યટક

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેદિવસીય સિંગાપુર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. શુક્રવારે ઈસ્તાનામાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે સિંગાપુરના પીએમ લી સિએન લૂંગ પણ હાજર રહ્યા હતા. સ્વાગત પછી પીએમ મોદીએ રાષ્ટ્રપતિ હલિમા યાકૂબની સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કરેલી સમજૂતી બાદ ભારતીય પર્યટકો સિંગાપુરમાં […]

Top Stories India World Trending Politics
An important explanation with Singapore, RuPay card can be used by Indian tourists

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બેદિવસીય સિંગાપુર પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. શુક્રવારે ઈસ્તાનામાં પીએમ મોદીનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે સિંગાપુરના પીએમ લી સિએન લૂંગ પણ હાજર રહ્યા હતા. સ્વાગત પછી પીએમ મોદીએ રાષ્ટ્રપતિ હલિમા યાકૂબની સાથે સૌજન્ય મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન કરેલી સમજૂતી બાદ ભારતીય પર્યટકો સિંગાપુરમાં RuPay કાર્ડનો ઉપયોગ કરી શકશે.

આ પછી પીએમ મોદી અને સિંગાપુરના વડાપ્રધાન લી સિએન લૂંગની વચ્ચે મુલાકાત કરી હતી. આ દરમિયાન બંને દેશોની તરફથી કેટલીક સમજૂતીઓ પર હસ્તાક્ષર થયા હતા. કહેવાય રહ્યું છે કે, સિંગાપુર અને ભારતની વચ્ચે વેપારને પ્રોત્સાહન આપવા માટે આશરે 14 જેટલી સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જો કે બંને દેશોએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી રહ્યા છે.

સયુંકત પત્રકાર પરિષદનું અપડેટ્સ

સિંગાપુરના વડાપ્રધાને કહ્યું કહ્યું કે, ‘અમે રક્ષા સંબંધોને મજબૂત કર્યું છે, અમારી નૌસેનાએ આજે લોજિસ્ટિકસ સહયોગ પર એક સમજૂતી પર હસ્તાક્ષર કરવા આવ્યા છે અને આ વર્ષે વાર્ષિક સિંગાપુર-ભારત સમુદ્રી દ્વિપક્ષીય અભ્યાસની ૨૫મી વર્ષગાંઠ મનાવશે.

પીએમ લી સિએન લૂંગે કહ્યું હતું કે-“ભારતીય પર્યટક ચાંગઈ હવાઈ મથક અને સિંગાપુરમાં કેટલાક ખાસ ઓપરેટરો પર ઈલેક્ટ્રોનિક ચૂકવણીની માટે પોતાના રૂપે (RuPay) કાર્ડનો ઉપયોગ કરવા માટે સક્ષમ હશે.”

પીએમ મોદીએ કહ્યું કે- કાલે સાંજે સિંગાપુરની મહત્વપૂર્ણ કંપનીઓના સીઈઓની સાથે રાઉન્ડ ટેબલ ઉપર ભારત પ્રત્યેનો તેમનો વિશ્વાસ જોઇને મને ઘણી પ્રસન્નતા થઈ હતી. ભારત અને સિંગાપુરની વચ્ચે એર ટ્રાફિક ઝડપથી વધી રહ્યો છે. બંને પક્ષો ઝડપથી જ દ્વિપક્ષીય એર સર્વિસ એગ્રીમેન્ટની સમીક્ષા શરૂ કરવામાં આવશે.

આ આગાઉ પીએમ મોદીએ સિંગાપુરના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું હતું કે, તેઓએ (પીએમ લીએ) હંમેશા ભારતની સાથે સંબંધોને મજબૂત કરવા માટે અથાગ પ્રયાસો કર્યા છે.

Rupay, BHIM અને UPI આધારિત remittance app નું સિંગાપુરમાં ગઈકાલે સાંજે આંતરરાષ્ટ્રીય લોન્ચ ડિજિટલ ઇન્ડિયા અને અમારી ભાગીદારીની નવીનતાની ભાવનાને દર્શાવે છે તેમ પીએમ મોદીએ કહ્યું હતું.

વારંવાર થનારા અભ્યાસો તથા નૌસૈનિક સહયોગને ધ્યાનમાં રાખીને નૌસૈનાઓની વચ્ચે લોજિસ્ટિક સમજૂતી થઈ તેનું પણ હું સ્વાગત કરું છું. આવનારા સમયમાં સાઈબર સુરક્ષા આને અતિવાદ અને આતંકવાદનો સામનો કરવા અમારા સહયોગનું મહત્વપૂર્ણ ક્ષેત્ર હશે તેમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.

શાંગરી-લા માં મોદી પ્રવચન કરશે

આ પછી સિંગાપુરના વડાપ્રધાન લી સિએન લૂંગની સાથે પીએમ મોદી લંચ કરશે. પીએમ મોદી શાંગરી-લામાં સંબોધન કરશે. આવું પહેલી વખત બનશે કે જયારે કોઈ ભારતીય વડાપ્રધાન આ સંમેલનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં ૪૦ દેશોના રક્ષા મંત્રી, સેના પ્રમુખ અને ઉચ્ચ અધિકારી ભાગ લેશે. શાંગરી-લા સંમેલન પછી સિંગાપુરના વડાપ્રધાન લી સિએન લૂંગે દરેક મહેમાનોની માટે ડિનરનું આયોજન કર્યું છે.

સિંગાપુર અને ભારત ભવિષ્યની તરફ આગળ વધી રહ્યા છે

જયારે ગુરુવારે પીએમ મોદીએ પ્રવાસી ભારતીયોને સંબોધિત કરતા કહ્યું હતું કે, સિંગાપુરની સાથે આપણો સંબંધ ઉષ્માભર્યો રહ્યો છે. અમે જયારે પોતાનો દરવાજો દુનિયા માટે ખોલ્યો અને પૂર્વ તરફનું વલણ અપનાવ્યું સિંગાપુર ભારત અને આસિયાનની વચ્ચે એક પુલ બની ગયું. મોદીએ કહ્યું કે અમારા રાજકીય સંબંધોમાં કોઈ દરાર નથી અથવા સંદેહ પણ નથી. બંને દેશો આંતરરાષ્ટ્રીય મંચો પર એક સૂરમાં વાત કરે છે. સિંગાપુરના જહાજ મોટાભાગે અમારે ત્યાં જ રોકાય છે. બે શેર (ભારત અને સિંગાપુર) સાથે મળીને ભવિષ્યની તરફ વધુ કદમ આગળ વધારી શકે છે. અમારા રક્ષા સંબંધ ખૂબ જ મજબૂત છે અને બંને દેશો સાથે કદમ મેળવીને ચાલી રહ્યા છે.

ત્રણ ભારતીય પેમેન્ટ એપ લોન્ચ કરી

મોદીએ ગુરુવારે સિંગાપુરમાં ડિજિટલ પેમેન્ટની ત્રણ ભારતીય એપ લોન્ચ કરી હતી. જેમાં ભીમ (BHIM), રૂપે (RuPay) અને એસબીઆઈ એપનો સમાવેશ થાય છે. તેમનો મકસદ ભારતીય ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને આંતરરાષ્ટ્રીય મંચો પર લઈ જવાનો છે. રૂપે પેમેન્ટ સિસ્ટમને સિંગાપુરના ૩૩ વર્ષ જુના નેટવર્ક ફોર ઈલેક્ટ્રોનિક ટ્રાન્સફરની સાથે જોડી દેવામાં આવી છે.