અમદાવાદ,
સરખેજ-ગાંધીનગર રોડ પર આવેલ ક્રોસવર્ડ શો-રૂમમાં એક એવી શરમજનક ઘટના સામે આવી છે જણાવીએ કે ક્રોસવર્ડના ટોઇલેટમાં એક સગીરાનો નગ્ન વીડીયો બનાવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એક અજાણ્યા માણસે ટોયલેટના દરવાજાની નીચેથી મોબાઈલ ફોન વડે વીડીયો ઉતારવાની કોશિશ કરી હતી. જો કે સગીરાએ મોબાઈલ ફોન જોઈ લેતા બુમો પાડવા લાગી હતી. તે વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. હાલ આ ઘટનાની વસ્ત્રાપુર પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.
SG હાઇવે પર રાજપથ ક્લબની બાજૂમાં આવેલ મોન્ડેલ રિટેલ પાર્ક કોમ્પલેક્ષમાં ક્રોસવર્ડ બુક સ્ટોર છે. આ બૂક સ્ટોરમાં ગત સાંજે એક સગીરા બૂક સ્ટોરના ટોયલેટમાં ગઈ હતી. જયારે તે સગીરા ટોયલેટમાં ગઈ ત્યારે એક શખ્સે ટોયલેટના દરવાજાની નીચેના ખુલ્લા ભાગેથી વીડીયો બનાવાનો પ્રયાસ કર્યો હતો.
જો કે સગીરા જોઈ જતા નેતે બુમો પડી અને કહ્યું કે આ શું કરો છો આમ કહીને જોર જોરથી બુમો પાડવા લાગી હતી. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો. જેથી અજાણી શખ્સ ટોઈલેટમાંથી ભાગી નીકળ્યો હતો. આ અંગે સગીરાના પિતાએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી ક્રોસવર્ડ સ્ટોરના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી છે.
