- લિંબાયત દુષ્કર્મના આરોપીની ફાંસીનો મામલો,
- જેલમાં યોજાઈ પોલીસ અધિકારીઓની બેઠક
- બેઠકમાં ફાંસીની તૈયારી બાબતે મહત્વની ચર્ચા
- અમદાવાદ મધ્યસ્થ જેલમાં અપાશે ફાંસી
- કોર્ટે આદેશ કર્યા બાદ જેલમાં તૈયારી શરૂ
લિંબાયત દુષ્કર્મના આરોપીની ફાંસીના મામલે જેલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કોર્ટના આદેશ બાદ આરોપીને ફાંસી આપવા માટે કવાયત તેજ કરી દેવાઈ છે. બેઠકમાં જેલ ડીજી, આઈજી, એસપી સહિતના તમામ અધિકારીઓ હાજર હતા. બેઠકમાં આરોપીને ફાંસી આપવા અંગે મહત્વની ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છેકે દુષ્કર્મના આરોપીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ફાંસી અપાશે. ફાંસી આપવા માટેનો કક્ષ તૈયાર કરવાની કવાયત પોલીસ અને જેલ તંત્ર દ્વારા શરૂ થઈ ચુકી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
