Vadodara News/ વડોદરામાં માંજલપુરના BJPના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન, ગુજરાત વિધાનસભા ફરીથી ખંડિત

વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ(Yogesh Patel)નું નિધન (Death) થયું છે. હાર્ટ એટેક (Heart attack)ના લીધે તેમનું નિધન થયું છે. તેઓ 79 વર્વષના હતા. તેઓ સતત આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. આમ ગુજરાત વિધાનસભા વધુ એક વખત ખંડિત થઈ છે.

Top Stories Gujarat Vadodara Breaking News

Vadodara News: વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ(Yogesh Patel)નું નિધન (Death) થયું છે. હાર્ટ એટેક (Heart attack)ના લીધે તેમનું નિધન થયું છે. તેઓ 79 વર્વષના હતા. તેઓ સતત આઠ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વડોદરાની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. આમ ગુજરાત વિધાનસભા વધુ એક વખત ખંડિત થઈ છે. અગાઉ ભાજપ (BJP)ના ધારાસભ્ય ગોવિંદ પરમાર (Govind Parmar) મૃત્યુ પામ્યા હતા. તેના કારણે ત્યાં પેટા ચૂંટણી યોજાઈ હતી.  આના પગલે આગામી દિવસોમાં વડોદરાની માંજલપુર બેઠકની પેટાચૂંટણી પણ આવી શકે છે.

યોગેેશ પટેલ (Yogesh Patel)ના મૃત્યુથી વિધાનસભા ખંડિત

આમ તાજેતરમાં જ ગોવિંદ પરમારના મૃત્યુના પગલે વિધાનસભા ખંડિત થયા પછી પેટાચૂંટણી યોજાઈ હતી અને તેમા તેમનો પુત્ર જીતતા વિધાનસભ્યોની સંખ્યા 182 થઈ ગઈ હતી, પરંતુ હજી તેને મહિના ઉપરાંતનો સમય માંડ થયો ત્યાં યોગેશ પટેલના નિધનના કારણે ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. આમ ગુજરાત વિધાનસભા માટે 182નો આંકડો જાણે અપશુકનિયાળ લાગે છે.  વડોદરાના જાણીતા રાજકારણી અને ધારાસભ્ય યોગેશ પટેલના નિધન અંગે ગુજરાતના નેતાઓએ શોકની લાગણી વ્યક્ત કરી હતી.

વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન
વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન

યોગેશ પટેલ 1995માં ભાજપમાં જોડાયા

તેઓ 23 જુલાઈ 1946ના રોજ જન્મ્યા હતા. તેઓ 1995માં ભાજપમાં જોડાયા હતા. વડોદરાના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે તેમના મૃત્યુના સમાચાર સાંભળી દુઃખ થયુ. વડોદરાની અને તેમા પણ ખાસ કરીને માંજલપુરની જનતાને તેમના મૃત્યુના કારણે ન પુરાય તેવી ખોટ પડી છે.  પ્રજાનું હિત તેમના હૈયે હતુ. તે સતત પ્રજાહિતના કાર્યોમાં તત્પર રહેતા હતા. જ્યારે પણ પ્રજાના પ્રશ્નોની વાત આવે ત્યારે તેમણે હંમેશા આગેવાની લીધી હતી. લડાયક સ્વભાવના યોગેશ પટેલ લોકો માટે અવાજ ઉઠાવવા જાણીતા હતા. હંમેશા લોકોની સમસ્યાઓને તેમણે વાચા આપી હતી. પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવામાં અને તેના ઉકેલ લાવવામાં તે સતત આગળ રહેતા હતા. રાષ્ટ્રીય આગેવાન મેનકા ગાંધી યોગેશ પટેલને ભાઈ માનતા હતા.

વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન
વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન

રાવપુરામા પાંચ અને માંજલપુરમાં ત્રણ વખત જીત્યા

યોગેશ પટેલ 1990થી 2007 સુધી રાવપુરા બેઠક પરથી પાંચ વખત અને 2012, 2017 અને 2022માં એમ ત્રણ વખત માંજલપુર બેઠક પરથી ચૂંટાઈ આવ્યા હતા. સતત પ્રજાની વચ્ચે રહેવુ અને પ્રજાહિતનું ચિંતન કરવું તે તેનો સ્વભાવ હતો. તે માંજલપુરમાં યોગેશ કાકાના હુલામણા નામની જાણીતા હતા. તેમના મૃત્યુના કારણે વડોદરામાં તેમના સમર્થકો અને ભાજપના કાર્યકરોમાં ઘેરા શોકની લાગણી છે. યોગેશ પટેલના નિધનની સાથે વડોદરા ભાજપે ફક્ત મોભી નહીં પણ તેમનો મોટો ગઢ પણ ગુમાવ્યો છે.

વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન
વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન

પીએમ મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, સીએમ ભુપેન્દ્ર પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની શોકાંજલિ

સીએમ ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિમિત્તે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને આઘાતની આ ઘડીમાં તેમના કુટુંબની સાથે હોવાનું જણાવ્યું હતું. પીએમ મોદીએ પણ આ સમાચાર જાણતા ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી અને પોતાનો સહકાર્યકર જાણે જતો રહ્યો હોવાનું અને હૃદયમાં ખાલીપો છવાઈ ગયો હોવાનું જણાવ્યું હતું. તેની સાથે ગુજરાત ભાજપને ન પૂરાય તેવી ખોટ પડી છે તેમ જણાવ્યું હતું. ગૃહપ્રધાન અમિત શાહે પણ જણાવ્યું હતું કે તેમના નિધનથી જાણે અમારા માર્ગદર્શક જતાં રહ્યા હોય તેવી લાગણી અનુભવાય છે.

વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન
વડોદરાના માંજલપુરના MLA Yogesh Patelનું નિધન

ગુજરાતની કેબિનેટ અને પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ આપી શોકાંજલિ

ગુજરાતની કેબિનેટે પણ તેમના મૃત્યુ અંગે શોકની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ અત્યંત દુઃખ ધડી છે. ગુજરાતના રાજકારણના જાણે પિતામહ ગુમાવ્યા હોય તેવી અમારી વ્યથા છે. અમે શોકની આ ઘડીમાં તેમની સાથે છીએ.  ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી. વડોદરા ભાજપના ધારાસભ્યોમાં જ નહીં ભાજપના ધારાસભ્યોના વર્તુળોમાં આ સમાચાર સાંભળવાની સાથે શોકની લાગણી વ્યક્ત છવાઈ છે. ભાજપના ધારાસભ્યોનું કહેવું છે કે અમે જાણે અમારા વડીલ ગુમાવ્યા છે, જેમની આંગળી પકડી અમે રાજકારણમાં આવ્યા હતા. યોગેશ પટેલ ગુજરાતના રાજકારણના ફક્ત આદર્શ આગેવાન કરતાં વધુ પ્રમાણમાં આદર્શ કાર્યકર તરીકે જાણીતા હતા. તેમણે ધારાસભ્યોને સમજ આપી કે ધારાસભ્ય હોવા છતાં પણ પક્ષના અને પ્રજાના એક અદના કાર્યકર બનીને કેવી રીતે રહેવું. ધારાસભ્ય તરીકે પણ સતત પ્રજાની વચ્ચે રહેવું અને પ્રજાના પ્રશ્નોને ઉકેલવા તે જ તેમના જીવનનો મંત્ર હતો.  તેમણે ભાજપના ધારાસભ્યોને પ્રજાલક્ષી રાજકારણનો માર્ગ ચીંધ્યો છે. સત્તાનો ઉપયોગ પ્રજાની સેવા માટે કઈ રીતે કરી શકાય તે તેમણે ધારાસભ્યોને શીખવ્યુ છે. આમ ભાજપના ધારાસભ્યોની નવી પેઢીના તે માર્ગદર્શક હતા.


આ પણ વાંચો : Vadodara News/ડિજિટલ એરેસ્ટના પ્રયાસ બાદ MLA યોગેશ પટેલે ડેપ્યુટી સીએમને પત્ર લખ્યો

આ પણ વાંચો : તું જે સ્કૂલમાં ભણ્યો છે હું તેનો પ્રિન્સિપાલ રહી ચૂક્યો છું: Cyber Mafia ને MLA યોગેશ પટેલનો જવાબ

આ પણ વાંચો : MLA યોગેશ પટેલનો વિધાનસભા ગૃહમાં સવાલ 262 તળાવો નર્મદાના પાણી ભરાતા નથી અમદાવાદથી ભરૂચના તળાવો ભરાતા નથી અન્ય જગ્યાઓ પર બે વાર તળાવ ભરાય છે